Saturday 18 July 2015

જીવનમાં શ્રેષ્ઠ કંઈ હોય તો તે છે જ્ઞાન



ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ ઉપદેશ આપી રહ્યા છે કે, "આજે તારે આ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ માટે તૈયાર થવાનું છે. તું આ યુદ્ધમાં સફળ થઈશ કે નિષ્ફળ થઈશ, પણ કર્મનાં ફળની આશા રાખ્યા વગર તું યુદ્ધ કર અને તું ફક્ત નિમિત્ત બન."

આમ, ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને નિમિત્ત માત્ર બનાવવા માંગે છે ત્યારે અર્જુન બહાનાં કાઢે છે કે, આજે ન કરવાનાં કામ કરીએ છીએ અને કરવાનાં કામ કરતા નથી. ભગવાન કહે છે કે, "તું જે કહી રહ્યો છે તે વાસ્તવિક જ્ઞાન નથી, પણ અવાસ્તવિક જ્ઞાન છે." આ જ વાતોમાં સંસાર પડી ગયેલ છે.

વરસાદ થતાં જ દેડકા, અળસિયાં બહાર આવે છે. સુષુપ્ત અવસ્થામાંથી તેઓ જાગૃત થાય છે. જ્યાં સુધી અંતરજ્ઞાન થતું નથી ત્યાં સુધી દોષ-દુર્ગુણ રહે છે. જ્યારે જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે દોષ, દુર્ગુણ નાશ પામે છે. ભગવાને અર્જુનને ગીતામાં કહ્યું છે કે, "તું જ્ઞાનની ઉપાસના કર. ગાયત્રી મંત્ર એ જ્ઞાનની ઉપાસના છે. સૂતેલા જ્ઞાનની ઉપાસના છે. સૂતેલા જ્ઞાનની શક્તિને જાગૃત કરવાની શક્તિ ગાયત્રી મંત્રમાં પડેલી છે."

માળા ફેરવવી સહેલી છે, પણ તેનો એક-એક મર્મ સમજ્યા પછી એક-એક મણકો સમજીને ફેરવીએ તો ખ્યાલ આવે કે તેમાં રહેલા 108 મણકાનું શું મહત્ત્વ છે જેનું જ્ઞાન થવું આવશ્યક છે. માણસ એક દિવસમાં 21,600 શ્વાસ લે છે એવો અંદાજ છે. તેમાંથી રાત્રિના બાદ કરતાં 10,800 શ્વાસ રહે. આમ, પ્રત્યેક વ્યક્તિએ 10,800 વખત ભગવાનનું નામ લેવાનું રહે છે. હૃદયપૂર્વક લીધેલું એક નામ સો વાર નામ લેવા બરાબર છે એવું એક શાસ્ત્રવચન છે. 108 મણકાની માળા ફેરવો તો શ્વાસે શ્વાસે પ્રભુનામ લીધું કહેવાય. 108નો આંકડો ઋગ્વેદના સૂક્તોમાં પણ છે. તેનો અર્થ એ છે કે વેદ વિચારને 27 નક્ષત્રો 4 દિશાઓ એટલે કે 108 ઠેકાણે હું પહોંચીશ. માળા ફેરવવાનું આવું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય તો જ તેનું રહસ્ય સમજાય. ભગવાન બુદ્ધે જ્ઞાનની ઉપાસના કરી અને કહ્યું કે, "હે મનુષ્યો, બુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત કરો. બુદ્ધિના જ્ઞાન અંગેના શરણમાં ચાલો."

માણસનો એક હાથ ભાગી જાય તો કેટલાંક ભીખ માગે, પરંતુ આઠ જગ્યાએથી વાંકાચૂકા હાથ હોવા છતાં અષ્ટાવક્ર ઋષિએ એટલું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું કે, રાજા જાનકે એમને ગુરુ માનવા પડયા.

માણસની બે આંખો કોઈ અકસ્માતમાં નષ્ટ થાય તો તેની બીજી ઇન્દ્રિયો એટલી બધી સતેજ હોય છે કે, તે જોઈ ન શકતો હોવા છતાંય સામેની વ્યક્તિને ઓળખી લે છે. અંધ લોકો સુંદર મજાનું સંગીત વગાડી શકે છે. અંધ વ્યક્તિ એક જ વખત કોઈ ભજન કે ગીત સાંભળે તો તે બીજી વખત મોઢે ગોખીને બોલે છે. જ્યારે દેખતી વ્યક્તિ જુએ છે, સાંભળે છે તેમ છતાં તે ગોખી શકતી નથી. ભગવાન જ્યારે આપણી પાસેથી કોઈ એકાદ અંગ લઈ લે તો તેની સામે બીજાં અંગો અને ઇન્દ્રિયો એટલાં મજબૂત આપે છે કે, તેનાથી તેમને તેમના અસ્તિત્વનું સાચું જ્ઞાન ઉત્પન્ન થાય છે.

સમાજમાં આજે જ્ઞાનીને સૌ લોકો પૂજે છે. તેથી મેળવેલ જ્ઞાનનો યોગ્ય સમયે શ્રેષ્ઠ ઉપયોગ કરવો હિતાવહ છે. જ્ઞાન વ્યક્તિને તેના અંતિમ લક્ષ્ય સુધી પહોંચાડી મંજિલ સુધી લઈ જાય છે, તેથી જ કહેવાય છે કે, "જ્ઞાન જેવી બીજી કોઈ વસ્તુ નથી" વ્યક્તિ પાસે ગમે તેટલી સંપત્તિ કે પૈસો હોય પણ તેનો યોગ્ય ઉપયોગ કરતા ન આવડતું હોય તો તે શું કામની? તેના માટે જ્ઞાનરૂપી દિવ્ય વિચારોની જરૂર હોય છે.

आज भगवान जगन्नाथ जी की रथयात्रा आरंभ - मेरी तरफ से समस्त हिंदुओं को हार्दिक शुभकामनाएं :


Tuesday 14 July 2015

” વિશ્વની બીજા નંબરની શ્રીમંત વ્યક્તિ વોરન બફેટની કીમતી સલાહ ” :

વોરન બફેટની કીમતી સલાહ
Warren Buffet
Warren Buffet Golden RULE
” વિશ્વની બીજા નંબરની શ્રીમંત વ્યક્તિ વોરન બફેટની કીમતી સલાહ ” :
*******************************************
“હું ત્રણ બેડરૂમના ઘરમાં રહું છું.
હું મોબાઇલ ફોન વાપરતો નથી.
હું બ્રાન્ડેડ વસ્ત્રો ખરીદતો નથી.
હું ડ્રાઇવર રાખતો નથી.
વિશ્વની બીજા નંબરની શ્રીમંત વ્યક્તિના જીવનની આ વાત છે”
વોરન એડવર્ડ બફેટનો જન્મ તા. ૩૦ ઓગસ્ટ, ૧૯૩૦ના રોજ અમેરિકાના એક સ્ટોકબ્રોકર કમ કોંગ્રેસમેન (સેનેટર) ના ઘરે થયો હતો. વોરન બફેટે નાની વયમાં જ પૈસા અને બિઝનેસ પ્રત્યે દાખવેલી અભિરુચિ અસાધારણ હતી. તેમણે છ વર્ષની વયે જ તેમના દાદાના ગ્રોસરી સ્ટોર્સમાંથી કોકાકોલાના છ નંગનું પેક ૨૫ સેન્ટમાં ખરીદ્યું હતું અને પ્રત્યેક બોટલ ફરી પાછી વેચી પ્રતિબોટલ પાંચ સેન્ટનો પ્રોફિટ કર્યો હતો. આ ઉંમરમાં બીજાં બાળકો રમવા સિવાય બીજું કાંઈ કરતાં નહોતાં. ૧૧ વર્ષની વયે ૩૮ ડોલરના ભાવે તેમણે ત્રણ શેર ખરીદ્યા હતા, પરંતુ તેનો ભાવ ગગડીને ૨૭ ડોલર થઇ ગયો હતો. શરૂઆતમાં ગભરાઈ ગયેલા વોરને શેરનો ભાવ ૪૦ ડોલર થયો ત્યાં સુધી ધીરજ રાખી હતી. એ પછી બફેટે તે શેર તરત જ વેચી દીધા હતા. એ શેરનો ભાવ ૨૦૦ ડોલર સુધી પહોંચી ગયો એ ભૂલમાંથી તેમણે એક પદાર્થપાઠ શીખ્યો કે મૂડીરોકાણમાં ધીરજ એ જ સર્વશ્રેષ્ઠ ગુણ છે. હાઈસ્કૂલમાં ભણતાં ભણતાં અખબારોનું વિતરણ કરી તેમણે પાંચ હજાર ડોલર (૨૦૦૦ની સાલના ભાવ પ્રમાણે ૪૨ હજાર ડોલર) કમાઇ લીધા હતા. પિતાએ પુત્રને પરાણે યુનિર્વિસટી ઓફ પેન્સિલવેનિયાની બિઝનેસ સ્કૂલમાં મોકલ્યા ત્યારે વોરને ફરિયાદ કરી કે “હું મારા પ્રોફેસરો કરતાં વધુ જાણું છું.” તેઓ ફરી પાછા તેમના વતન ઓમાહા આવ્યા અને યુનિર્વિસટી ઓફ નેબ્રાસ્કામાં ભણવા ગયા અને ત્રણ જ વર્ષમાં ગ્રેજ્યુએટ થઈ ગયા. આગળ ભણવા માટે તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં પ્રવેશ માટે ફોર્મ ભર્યું પણ વિદ્યાર્થીની વય ઓછી છે તેમ કહી તેમને પ્રવેશ ન આપ્યો. તે પછી તેઓ કોલંબિયામાં પ્રવેશ મેળવી ભણવા ગયા અને બેન ગ્રેહામ પાસેથી મૂડીરોકાણનું શિક્ષણ લીધું.
આજે વોટન બફેટ વિશ્વની બીજા નંબરની ટોચની ધનવાન વ્યક્તિ ગણાય છે. ઇન્વેસ્ટર્સ તેમને ઇન્વેસ્ટર્સ આઇકોન માને છે. તેઓ અનેક કંપનીઓના માલિક છે અને જેમાં કોકા-કોલાથી માંડીને બર્કશાયર જેવી અનેક કંપનીઓમાં તેમનું જંગી મૂડીરોકાણ છે.
વોરન બફેટે ૩૧ બિલિયન ડોલરનું દાન કર્યું તે પછી સીએનબીસીએ લીધેલા તેમના ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કરેલાં કેટલાંક વિધાન વિશ્વભરના ધનપતિઓ માટે જ નહીં પરંતુ દુનિયાભરના તમામ લોકોએ તેમાંથી શીખવા જેવી વાત છે. કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો આ પ્રમાણે છે :
(૧) મને મારી જિંદગીની કમાણીનો હિસ્સો પહેલી જ વાર ૧૧ વર્ષની વયે પ્રાપ્ત થયો હતો. એ વખતે મોંઘવારી નહોતી. તમે તમારાં બાળકોને ઇન્વેસ્ટ કરતાં શીખવો.
(૨) મેં ૧૪ વર્ષની વયે ન્યૂઝ પેપર્સનું વિતરણ કરીને જે બચત કરી હતી તેમાંથી મેં એક નાનકડું ફાર્મ ખરીદ્યું. તમે નાનકડી પણ બચત કરીને ઘણું મેળવી શકો છો. તમે તમારા સંતાનને કોઈ પણ ધંધો કરવા પ્રોત્સાહિત કરો. મેં ૧૧ વર્ષની વયે કમાણીની શરૂઆત કરી હતી, પરંતુ આજે મને લાગે છે કે મેં ઘણું મોડું શરૂ કર્યું. મારે તે કરતાંય વહેલાં કમાવાનું શરૂ કરવાની જરૂર હતી.
(૩) હું આજે પણ ત્રણ બેડરૂમના નાનકડા ઘરમાં રહું છું. આ ઘર મેં આજથી ૫૦ વર્ષ પહેલાં મિડટાઉન ઓમાહામાં ખરીદ્યું હતું. મારા આ નાનકડા ઘરમાં કોઈ દીવાલો કે બહાર તારની વાડ નથી. મારા ઘરમાં મારે જેની જરૂર છે તેટલી ચીજવસ્તુઓ જ ઉપલબ્ધ છે. તમારે જરૂર છે તે કરતાં વધુ કોઈ પણ ચીજની ખરીદી ન કરો. તમારાં બાળકોને પણ એમ જ શીખવો કે જરૂરિયાત કરતાં વધારાની ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા
ન બગાડે.
(૪) હું મારી મોટરકાર જાતે જ ચલાવું છું. ડ્રાઇવર રાખતો નથી. મારી આસપાસ સલામતી માટે પણ માણસો રાખતો નથી. તમે જે છો તે જ રહેવાના છો.
(૫) વિશ્વની મોટામાં મોટી પ્રાઇવેટ જેટ કંપનીનો માલિક હોવા છતાં હું મારા માટે પ્રાઇવેટ જેટ વિમાન રાખતો નથી. જીવનની દરેક બાબતમાં કરકસર કરો.
(૬) બર્કશાયર હાથવે નામની મારી પેઢી ૬૩ જેટલી કંપનીઓ ધરાવે છે.
આ તમામ કંપનીઓના સીઇઓને વર્ષમાં હું એક જ પત્ર લખું છું. તેમને મારે જે જોઈએ છે તે લક્ષ્યાંક આપી દઉં છું. હું નિયમિત મિટિંગો બોલાવતો નથી. વર્ષમાં મારા લક્ષ્યાંકો આપવા એક જ મિટિંગ બોલાવી બાકી તે લક્ષ્યાંક હાસલ કરવાનું કામ હું તેમને સોંપી દઉં છું. લક્ષ્યાંક પૂરો કરવાની જવાબદારી મારી કંપનીઓના વડાઓની છે.
(૭) હું યોગ્ય વ્યક્તિને જ યોગ્ય કામ આપું છું. મતલબ કે ‘રાઇટ પિપલ’ ને ‘રાઇટ જોબ’ આપું છું.
(૮) હું મારા સીઇઓને એ નિયમો આપું છું, રુલ નંબર એક : શેર હોલ્ડરનાં નાણાં ડૂબવાં જોઈએ નહીં. રુલ નંબર બે : પહેલા નંબરના રુલનો કદી ભંગ થવો જોઈએ નહીં.
તમે એક ગોલ નક્કી કરો અને તમારા માણસોને ગોલ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી વ્યવસ્થા કરો.
(૯) મોટા મેળાવડાઓ કે હાઈ સોસાયટીના જમેલાઓમાં જઈ હું સમય બગાડતો નથી. એમ કરવાને બદલે હું મારા ઘરે જઈ પોપકોર્ન ખાતાં ખાતાં ટેલિવિઝન જોવાનું પસંદ કરું છું.
(૧૦) તમે જે નથી તેનો દેખાડો કરવાનો પ્રયાસ કદી ન કરશો. હું જે છું તેવો જ સમાજમાં દેખાઉં તે જરૂરી છે. તમને જે ગમે છે તે પ્રમાણે જીવનનો આનંદ માણો.
(૧૧) મારી પાસે કોઈ સેલ ફોન નથી. હું મારા ટેબલ પર કમ્પ્યુટર પણ રાખતો નથી.
(૧૨) હું કોઇ ક્રેડિટ કાર્ડ રાખતો નથી. ક્રેડિટ કાર્ડ કદી રાખવું નહીં. હું બેન્કોમાંથી લોન લેતો નથી.
(૧૩) એક વાત યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન કરતો નથી, પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છે.
(૧૪) બની શકે તેટલી સાદગીથી જીવન જીવો.
(૧૫) બીજાઓ જે કરે છે તેમ ન કરો. બીજાઓ જે કહે છે તે સાંભળો અને તમને યોગ્ય લાગે તેમ જ કરો.
(૧૬) કોઇ પણ બ્રાન્ડનેમ પાછળ પાગલ ન બનો. બ્રાન્ડનેમ જોઈને ખરીદી ન કરો. તમને જેમાં સુવિધા લાગતી હોય તે જ વસ્ત્રો, ચશ્માં કે જૂતાં પહેરો.
(૧૭) બિનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા બરબાદ ન કરો. તમને જેની જરૂરિયાત છે તે જ વસ્તુઓ ખરીદો.
(૧૮) આખરે તમારું જીવન એ તમારું જ છે. બીજાઓ તમારા જીવન પર રાજ કરે તેવી તક બીજાઓને ન આપો. તમને જરૂર જ ન હોય છતાં કોઈ બ્રાન્ડનેમવાળી જ ઘડિયાળ તમે ખરીદો છો ત્યારે એ બ્રાન્ડ ધરાવતી કંપની આડકતરી રીતે તમારી પર રાજ કરે છે તે સત્ય સમજો.
(૧૯) વિશ્વના સુખી લોકો પાસે વિશ્વની શ્રેષ્ઠ બ્રાન્ડ ધરાવતી ચીજવસ્તુઓ હોતી જ નથી. તેમની પાસે જે ઉપલબ્ધ છે તેની જ તેઓ કદર કરે છે.
વિશ્વના બીજા નંબરના સહુથી ધનિક એવા વોરન બફેટને વિશ્વના સહુથી વધુ ધનવાન એવા બિલ ગેટ્સે એક વાર મળવાનું નક્કી કર્યું. બિલ ગેટ્સ માનતા હતા કે મારી અને વોરન બફેટ વચ્ચે કાંઈ જ ‘કોમન’ નથી. તેથી બિલ ગેટ્સે માન્યું કે વોરન બફેટ સાથે મારી અડધો કલાકની મિટિંગ પૂરતી છે, પરંતુ બિલ ગેટ્સ વોરન બફેટને મળવા ગયા અને વોરન બફેટ પાસેથી તેઓ પૂરા ૧૦ કલાક બાદ ઊભા થયા. તે દિવસ બાદ બિલ ગેટ્સ વોરન બફેટના ભક્ત અને પ્રશંસક બની ગયા.
ખિસ્સામાં બે બે મોબાઇલ ફોન્સ, પ્રાઇવેટ જેટ વિમાનો, બ્રાન્ડનેમ ધરાવતાં લાખો રૂપિયાનાં ચશ્માં, ઘડિયાળો અને રૂ. ૬૦૦૦ કરોડનો ભવ્ય આશિયાનો બાંધતા ભારતના નવધનિકોને વોરન બફેટની આ સલાહો નહીં ગમે, પરંતુ સામાન્ય વ્યક્તિઓએ તો જીવનમાં ઉતારવા જેવી છે

~શુભ સવાર~જય શ્રી કૃષ્ણ~

ર્દષ્ટિપુતં ન્યસેતૂ: પાદં વસ્ત્રપુતં પિબેદપ:
સત્યપૂતાં વદેત્ વાચં મન: પૂત સમાચરેત્
જોઈને પગ મુકવો, વસ્ત્રથી ગાળીને પાણી પીવું, સત્ય વાણી બોલવી, 
અને મનથી વિચારીને કર્મ કરવું.
એટલે કે "હું જે કરૂ છું તેને જડ~ચેતનમાં બેઠેલા પ્રભુ દેખે છે.
મારૂ કર્મ મારાથી ગુપ્ત રાખી શકાશે નહી;
જે કર્મ કરીશ તેને ઝાડ પહાડ કે પૃથ્વીની રજે~રજ જાણી જશે, અને તેને જાહેર કરશે.
આમ વિચારનાર પાપ નહી કરી શકે.
કોઈને એમ થાય કે ઝાડ~પહાડ વગેરે શું કર્મ દેખી શકતા હશે..?
નજ દેખી શકે!
હું તો કહું છું કે સર્વ જડ~ચેતનામાં પરમાત્માની શક્તિ છે..
સર્વ વસ્તુઓ પ્રાણીઓનાં પાપ તો શું પણ પાપમય વિચારોને પણ જાણી શકે છે,
સાંભળી શકે છે અને બોલી પણ શકે છે....

Monday 13 July 2015

~જય શ્રી કૃષ્ણ~

उधम: साहसं धैंर्य बुध्धि: शक्ति: पराक्रम:
षडेते यत्र वर्तन्ते तत्र दैव सहायकृत्
ઉધમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ આ છ વાનાં જ્યાં હોય ત્યાં ભાગ્ય સહાય કરનારૂ થાય છે...
~શુભ સવાર~જય શ્રી કૃષ્ણ~

RADHE KRiSHNA...

માણસ નું ઝેર તો સર્પ કરતા પણ વધારે ઝેરીલું છે.
સર્પ તો અજાણતા અથવા બીક નો માર્યો ડસે છે.
પણ માણસ તો જાણી બુઝી ને અથવા વિશ્વાસ માં લઇ ને ડસે છે.
સર્પ ના દંશ થી બચવું એકવાર મુશ્કેલ નથી.
પણ માણસ ના દંશ થી બચવું ઘણું મુશ્કેલ છે...

Saturday 11 July 2015

~શુભ સવાર~જય શ્રી કૃષ્ણ~

ભગવાન જેની ઉપર પ્રસન્ન થાય ત્યારે કોઈને સોનામહોરોનો ખોબો ભરીને આપવા આવતા નથી..
જેને દંડ દેવા ઇચ્છે તેને લાકડી લઈને મારવા જતા નથી ભગવાન તો બુદ્ધિયોગ આપે છે...
જેને સુખ દેવાનુ હોય તેને સદ્દબુદ્ધિ આપે છે..
જેને દુખ દેવાનું હોય તેને દુર્બુદ્ધિ આપે છે...
તુલસીદાસજી એ કહ્યું છે....
સુમતિ કુમતિ સબકે ઉર રહહિ,
નાથ! પુરાણ નિગમ અસ કહહિ;
જહાં સુમતિ તહં સંપત્તિ નાના,
જહાં કુમતિ તહં વિપત્તિ નિદાના...
દરેક મનુષ્યોમાં સુબુદ્ધિ અને કુબુદ્ધિ રહ્યાં હોય છે જ્યાં સુબુદ્ધિ હોય ત્યાં અનેક પ્રકારની સંપત્તિ હોય છે..
જ્યાં કુબુદ્ધિ હોય ત્યાં વિપત્તિ હોય છે...

Monday 6 July 2015

~વાતની વાત~

એક વૃધ્ધ મહાશય પોતાના બાળમિત્ર શામજીના પુત્ર રામજીને ત્યાં આવ્યા અને પૂછ્યુ રામજી કેમ ઘરમાં બધું ઠીક ચાલે છે ને..?
તે આવેલા ડોસા રામજીની ચાલ~ચલગત જાણતા જ હતા કે રામજી પિતાના પૈસા ઉપર મોજ~શોખ કરે છે..
અને પોતે કંઈ ઉધમ કરતો નથી બાપાની મિલકત ફના કરી નાખી છે..
રામજી કહ્યુ કાકા તમે ઘણા દિવસે પધાર્યા છો માટે જમ્યા વિના નહિ જવા દઉ..
કાકાએ કહ્યુ સારૂ તારી ઈચ્છા પછી રામજીએ વિવિધ જાતના તાજા પકવાનો બનાવ્યા અને કાકાને પીરસ્યાં ત્યારે કાકાએ સુંઘીને રામજીને કહ્યું
રામજી આ બધાં પકવાનો તો વાસી છે આ કેમ ખાઈ શકાય..?
રામજી કહે કાકા આમ કેમ બોલો છો..?
તમે દેખો એમ ચુલેથી ઉતારીને તમને પીરસે છે છતાં તમને વાસી કેમ લાગ્યા..?
ડોસાએ કહ્યુ બેટા આમાં પચ્ચીસ વર્ષ પહેલાનાં પકવાનો હોય એવી ગંધ આવે છે..
મારા મિત્ર શામજીએ મહા કષ્ટથી મિલકત મેળવેલી છે તેને તેં થોડાજ સમયમાં ઉડાવી દીધી છે..
તો હવે આગળ તું શું કરીશ..?
તું તારી મહેનતથી ધન મેળવીને એ તાજા ધનની મીઠાઈ મને જમાડીશ ત્યારે હું તાજી મીઠાઈ ખઈશ..
તું પ્રતિજ્ઞા કર કે આજથી હું મારા શ્રમની મીઠાઈ ખાઈશ..
આ સાંભળીને રામજીને પોતાની ભૂલ સમજાણી અને કહ્યું કાકા આવતી સાલ જરૂર પધારજો તે વખતે હું તમને તાજાં પકવાનો જમાડીશ...
~જય શ્રી કૃષ્ણ~

Saturday 4 July 2015

વિદુર નીતિ

સ્વામિ નારાયણ ભગવાને સ્વયં સર્વે શાસ્ત્રોનો ઉંડાણથી અભ્યાસ કર્યા પછી ગૃહસ્થી જીવનને જે જરૃરી છે તેનો સાર શાસ્ત્રોમાંથી નીચે પ્રમાણે તારવી સત્સંગી સમક્ષ મૂક્યો.
૧. ભગવદ્ પુરાણ થકી 'પંચમ સ્કંધ' અને 'દશમ સ્કંધ'
૨. સ્કંધ પુરાણમાંથી 'વાસુદેવ મહાત્મ્ય'
૩. સર્વે શાસ્ત્રો પછી 'યાજ્ઞાવલ્ક્ય સ્મૃતિ'
૪. મહાભારત થકી (૧) વિષ્ણુ સહસ્ત્રનામ (૨) ભગવદ્ ગીતા (૩) વિદુર નીતિ.
સ્વા.ના ભગવાને સુખ ઈચ્છતા સત્સંગી, દરેકને વિદુર નીતિ વાંચવા-સાંભળવાની આજ્ઞાા કરી. ગૃહસ્થો માટે તેનું વાંચન-મનને અનુકરણ ખૂબજ જરૃરી છે કારણ કે તેમાં વર્ણવાયેલી વિગતો સંસારી જીવનમાં ડગલે ને પગલે ઉપયોગી છે.
આ વિદુરનીતિનો જન્મ કઈ રીતે થયો. વિદુર નીતિ એ સ્વતંત્ર ગ્રંથ નથી. મહાભારતનો એક ભાગ છે. મહાભારતમાં ઉદ્યોગ પર્વમાં એક નાનકડું પ્રજાગર પર્વ આવે છે. તે પર્વમાં વિદુર નીતિના આઠ અધ્યાયો છે. તેની રોચક ઘટના એમ બની ઃ-
જુગાર રમ્યા પછી પાંડવો વનમાં ગયા. બાર વર્ષ વનમાં અને તેરમું વર્ષ ગુપ્ત વાસ. ૧૩ વર્ષનો વનવાસ પૂરો કરી તેઓ હસ્તિનાપુર ધૃતરાષ્ટ્ર પાસે બધાં જ દસ્તાવેજો રજૂ કરી કહ્યું, શરત પ્રમાણે અમે સજા ભોગવી લીધી છે. હવે અમારો અધિકાર અમને આપો. મંત્રણા માટે તખ્તો તૈયાર થતો હતો પણ દુર્યોધને બાજી બગાડી નાંખી.
તે બોલ્યો મંત્રણા કેવી? અને વાત કેવી?
'શૂચ્યગ્ર નૈવ દાસ્યામિ'
રાજભાગની ક્યાં વાત કરો છો? સોયની અણી મૂકો એટલી જગ્યા પણ નહીં મળે. રાજ્યભાગ લેવાની તાકાત હોય તો આવી જાવ મેદાનમાં! અને ભગવાન શ્રીકૃષ્ણની સંમતિ લઈ, પાંડવોએ યુધ્ધની ઘોષણા જાહેર કરી. પ્રતિજ્ઞાા લીધી, 'હવે તો યુદ્ધ એ જ કલ્યાણ'
દુર્યોધનની અવળચંડાઈથી જ મહાભારતનું યુદ્ધ ઉભું થયું. પાંડવોએ એ યુધ્ધની જાહેરાત કરી અને આખા ભારતભરમાં રાજાઓ બે છાવણીઓમાં વહેંચાવા લાગ્યાં. કોઈ દુર્યોધન પક્ષે તો કોઈ પાંડવ પક્ષે.
આ સાંભળી ધૃતરાષ્ટ્રને બહુજ બેચેની થવા લાગી. ખાવાનું ભાવે નહીં, આખો દિવસ ચિંતા રહ્યા કરે, અશાંતિ ને ઉદ્વેગ થયા કરે. રાત્રે ઉંઘ પણ આવે નહિ. અતિશય મૂંઝવણને કારણે ધૃતરાષ્ટ્રે પોતાના દ્વારપાળને કહ્યું હાલ ને હાલ મહાત્મા વિદુરજીને બોલાવી લાવો.
દ્વારપાલ વિદુરજીને બોલાવવા ગયો કે આપને મહારાજા ધૃતરાષ્ટ્ર બહુ યાદ કરે છે. વિદુરજી ધૃતરાષ્ટ્રની પાસે જઈને બેઠા.
ધૃતરાષ્ટ્રે કહ્યું, વિદુર! હું બહુ દુઃખી છું. દિવસે ચિંતા ને રાત્રે ઉંઘ પણ આવતી નથી. સતત આકુળતા વ્યાકુળતા ચાલ્યા કરે છે. હું ઉદ્વેગી જીવ થઈ ગયો છું, મને કાંઈ મારગ બતાવ?
ઉદ્વેગી ધૃતરાષ્ટ્રને વિદુરજીએ શાંત્વના આપતાં જે વાતો કહી (પ્રસંગોપાત વાર્તાલાપમાં આદેશ, ઉપદેશ, સત્ય, અસત્ય, નીતિ-નિયમ, સિધ્ધાંત ને આચરણ) તે મહાભારતના પ્રજાગર પર્વમાં આઠ અધ્યાયોમાં છે એનું જ નામ વિદુર નીતિ છે.
બૃહસ્પતિ નીતિ, શુક નીતિ, કૌટિલ્ય નીતિ વગેરે ઘણી નીતિઓ છે. પરંતુ સ્વા.ના. ભગવાને સત્સંગિ જીવનના પ્રકરણના ૪૦ અધ્યાયમાં કહ્યું છે,
'સર્વેત્રાં નીતિશાસ્ત્રાણામ્ સારો વૈદુરી કો નયઃ'
તમામ નીતિશાસ્ત્રોનો સાર એટલે વિદુરનીતિ છે. શ્રીજી મહારાજે બધાં જ આશ્રિતોને આજ્ઞાા કરી છે કે વિદુર નીતિ હમેશાં વાંચવી, સાંભળવી ને જીવનમાં ઉતારે તો ભક્તો વ્યવહારમાં કદી દુઃખી ન થાય. એનાં કુટુંબમાં કલેશ ન થાય અને તે સદાય જીવન વ્યતિત કરી શકે.
વિદુરજીના મુખે અતિ મહત્વનો ઉપદેશ સાંભળવા છતાં ધૃતરાષ્ટ્ર સુખી ન થયાં કારણકે તે સત્ય ને સમજવા છતાં સ્વીકારી ન શક્યાં. જીંદગીનું સુખ શામાં છે તે અંર્તચક્ષુથી જોઈ ન શક્યાં. સ્થૂળ અંધાપો ફક્ત અગવડતાભર્યો હોય છે પણ અંતરનો અંધાપો તો મહાદુઃખદાયી હોય છે. ધૃતરાષ્ટ્રની કરૃણતા આ અંદરના અંધાપાની છે તેથી તે દુર્યોધનરૃપી અહંકારના વૃક્ષનું મૂળ બની જાય છે. ધૃતરાષ્ટ્રનો મોટામાં મોટો દુર્ગુણ તે આંધળી પુત્રઆસક્તિ. તેથી જ ધર્મ જાણવા છતાં દુર્યોધનને અધર્મ કરતાં અટકાવી શક્યા નહીં. પ્રયત્ન છતાં પ્રાપ્તિ ન થાય તે તો ઈશ્વરની ઈચ્છાની વાત છે. પરંતુ સ્થૂળ કારણ એ હોઈ શકે કે શાસ્ત્રો અને વિદુર જેવાં સંતો, મહાત્માઓના સુખાકારી વચનો આપણે સાંભળીએ છીએ પણ આચરણમાં મૂકવાનો પ્રયત્ન નથી કરતા. સમજવા છતાં જાણવા છતાં, 'જાગુ છું' 'ખબર છે'ની નીતિ અપનાવીએ છીએ એટલે જ ધ્યેય પ્રાપ્તિથી વંચિત રહીએ છીએ.
વિદુરનીતિ એ સમય સૂચકતા, વ્યવહાર કુશળતા, શુધ્ધ ને સદાચારી જીવન, રક્ષણાત્મક પ્રવૃત્તિ ને ધર્મમય જીવનનો ઉપદેશ છે. આ અમૂલ્ય ઉપદેશોને એકાગ્રતાથી વાંચી જીવનમાં ઉતારનાર તે ધાર્મિક, સામાજીક કે કૌટુમ્બિક બાબતોમાં પોતાની ભૂલ ક્યાં થાય છે તે તૂર્ત સમજાય છે અને તે ભૂલોને દૂર કરવાના ઉપાયો શું છે તે પણ વિદુર વાર્તાલાપના ઉપદેશોમાંથી મળી રહે છે. ઉપદેશો પાળનારને સુખની પાછળ દોડવું પડતું નથી પરંતુ સુખ તેની પાછળ દોડતું આવે છે.

Friday 3 July 2015

પાંડવ વિથ કૌરવ..

નાનપણ માં શીક્ષા પ્રાપ્ત કરતા હતા ઈ વખત ની વાત માં ની વાત
આશ્રમ કને એક આંબૌ હતૌ..
અર્જૂન. ભીમ..અને દૂર્યો ધન ગૂરૂ દ્રૌણ એ તયણ ને તીર વિથ કમાન આયલા..
કહ્યુ આંબા પર નીશાન લગાવૌ...વત્સ...
તયણે નીશાન લગાયૂ...
દ્રોણ...ભીમ તને સૂ દેખાય સે...
ભીમ...ગૂરૂજી મને પાકી વિથ કાચી કેરી દેખાય સે...
દ્રૌણ...દૂર્યોધન તને સુ દેખાય સે...
દૂર્યોધન...મને તો લીલા વિથ પીળા પાંદળા દેખાય સે...
દ્રોણ...અર્જુન તને સુ દેખાય સે...
અર્જુન...મને તો આંબા મા એક પક્ષી ની આખ દેખાય સે ગૂરૂ દેવ...
દ્રૌણ...વાહહહ...સરસસસ...
એ શુ કરે છે ...?
અર્જુન...એ પાકી કેરી ને ચાચ મારવાની ત્યારી કરી રહ્યુ સે ગૂરૂ દેવ...
દ્રૌણ...હટ દય જટ બાણ થી કેરી પાડી ને મારી હાટૂ લેતો આવ...આઁખ મૌટૌ થા પસી વિંધજૈ...
અર્જુન...જૌ આજ્ઞા ગૂરૂ દેવ...