Monday 6 July 2015

~વાતની વાત~

એક વૃધ્ધ મહાશય પોતાના બાળમિત્ર શામજીના પુત્ર રામજીને ત્યાં આવ્યા અને પૂછ્યુ રામજી કેમ ઘરમાં બધું ઠીક ચાલે છે ને..?
તે આવેલા ડોસા રામજીની ચાલ~ચલગત જાણતા જ હતા કે રામજી પિતાના પૈસા ઉપર મોજ~શોખ કરે છે..
અને પોતે કંઈ ઉધમ કરતો નથી બાપાની મિલકત ફના કરી નાખી છે..
રામજી કહ્યુ કાકા તમે ઘણા દિવસે પધાર્યા છો માટે જમ્યા વિના નહિ જવા દઉ..
કાકાએ કહ્યુ સારૂ તારી ઈચ્છા પછી રામજીએ વિવિધ જાતના તાજા પકવાનો બનાવ્યા અને કાકાને પીરસ્યાં ત્યારે કાકાએ સુંઘીને રામજીને કહ્યું
રામજી આ બધાં પકવાનો તો વાસી છે આ કેમ ખાઈ શકાય..?
રામજી કહે કાકા આમ કેમ બોલો છો..?
તમે દેખો એમ ચુલેથી ઉતારીને તમને પીરસે છે છતાં તમને વાસી કેમ લાગ્યા..?
ડોસાએ કહ્યુ બેટા આમાં પચ્ચીસ વર્ષ પહેલાનાં પકવાનો હોય એવી ગંધ આવે છે..
મારા મિત્ર શામજીએ મહા કષ્ટથી મિલકત મેળવેલી છે તેને તેં થોડાજ સમયમાં ઉડાવી દીધી છે..
તો હવે આગળ તું શું કરીશ..?
તું તારી મહેનતથી ધન મેળવીને એ તાજા ધનની મીઠાઈ મને જમાડીશ ત્યારે હું તાજી મીઠાઈ ખઈશ..
તું પ્રતિજ્ઞા કર કે આજથી હું મારા શ્રમની મીઠાઈ ખાઈશ..
આ સાંભળીને રામજીને પોતાની ભૂલ સમજાણી અને કહ્યું કાકા આવતી સાલ જરૂર પધારજો તે વખતે હું તમને તાજાં પકવાનો જમાડીશ...
~જય શ્રી કૃષ્ણ~

No comments:

Post a Comment