Thursday 20 August 2015

कर्म प्रधान विश्व करी राखा, जो जस करई सो तस फल चाखा ।।

રાજા ધુતરાષ્ટ્ર ને એક સાથે ૧૦૦ પુત્ર મરી ગયા ત્યારે રાજા એ ભગવાન શ્રી કૃષ્ણ ને પૂછ્યું મારા આ જીવન દરમ્યાન મેં એવું કોઈ ભયંકર પાપ નથી કર્યું જેના ફળ સ્વરૂપ મારા એક સાથે ૧૦૦ પુત્ર મારી જાય ? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ તેમને પાછલા જન્મ જોઈ જવા દિવ્ય દ્રષ્ટિ આપી.
એમણે જોયું કે ,આશરે ૫૦ જન્મ પહેલા એ પારધી હતા..વ્રુક્ષ પર બેઠેલા પક્ષીઓ ને પકડવા એમણે સળગતી જાળ વ્રુક્ષ ઉપર નાખી..તેમાંથી બચવા કેટલાક પક્ષીઓ ઉડી ગયા.પરંતુ તે સળગતી જાળ ની ગરમી થી તેઓ આંધળા થઇ ગયા અને બાકી ના ૧૦૦ નાના પક્ષી તો બળી ને ખાખ થઇ ગયા.
આ ક્રિયમાણ કર્મ ૫૦ જન્મ સુધી પાક્યા વગર સંચિત કર્મ માં પડી રહ્યું અને જયારે રાજા ની બીજી પુન્યાય ના પ્રતાપે તેને આ જન્મ માં ૧૦૦ પુત્ર પ્રાપ્ત થયા ત્યારે સંચિત કર્મ ફળ આપવા તત્પર થયું અને તેથી તેને આ જન્મ માં અંધાપો આવ્યો અને એના ૧૦૦ પુત્ર પણ માર્યા ગયા.
૫૦ જન્મ પછી પણ તેના ક્રિયમાણ કર્મે તેનો છાલ ના છોડ્યો...૧૦૦ પુત્ર પેદા થાય તેટલી પુન્યાય પેદા થાય ત્યાં સુધી તે કર્મ રાહ જોઇને સંચિત માં જમા થઇ પડી રહ્યું અને બરાબર લાંગ આવ્યો ત્યારે તત્કાલ જરા પણ વિલંબ વગર ફળ આપીને શાંત થયું...
ખુદા કે ઘર દેર હૈ પર અંધેર નહિ હૈ...

No comments:

Post a Comment