Tuesday 15 March 2016

સમય જ જીવન છે


ગુમાવેલી સંપત્તિ ફરી કમાઈ શકાય છે. ભુલાઈ ગયેલી વિદ્યા ફરી યાદ કરી શકાય છે. ગુમાવેલું સ્વાસ્થ્ય યોગ્ય ઈલાજ દ્વારા પાછું મેળવી શકાય છે પરંતુ ગયેલો સમય કોઈ રીતે પાછો આવતો નથી અને પછી પશ્ચાતાપ બાકી રહી જાય છે. આજે આપણે કહીએ છીએ કે સમય નથી, સમયનો અભાવ છે પરંતુ સમય તો ચોવીસ કલાકનો દરરોજ બધાંને મળે છે સમયનો અભાવ નથી, અભાવ આસ્થાનો   છે. ગામગપાટાં માટે સમય છે, સિનેમા જોવા માટે સમય    છે, એકબીજાનાં ટાટિયાં ખેંચવા માટે સમય છે, બજારમાં ચાની લારી પર બેઠાં રહીએ છીએ, ચૂંટણીનાં બૂથમાં બેઠા રહીએ છીએ. પણ સ્વાધ્યાય માટે આપણે સમય નથી. આપણી સ્કૂલ ખોલવાની, હોસ્પિટલ ખોલવાની લાયકાત નથી પણ આપણે દિવસમાં થોડો સમય દેશ, ધર્મ, સમાજ માટે વિતાવીએ. આપણે ક્યારેક ગરીબોનાં ઘેર જઈએ. અનાથાલાયો અને હોસ્પિટલની મુલાકાતો લઈએ અને તેમની શક્ય એટલી સેવા કરીએ. આપણે ગમે તેટલાં રૃપિયા આપીએ પણ પ્રેમ અને સહાનુભૂતિભર્યા શબ્દો તેઓને વધારે સાંતવન આપશે અને આપણાં હૃદય વિશાળ બનશે.
મૃત્યુના સમયે એક વિચારશીલ વ્યક્તિએ પોતાનું જીવન વ્યર્થ જવા અંગે અફસોસ પ્રગટ કરતાં કહ્યું કે 'મેં સમય નષ્ટ કર્યો, હવે સમય મારો નાશ કરી રહ્યો છે.' નિયમિત રૃપથી વ્યવસ્થિત ગતિથી ચાલતી કીડી પણ લાંબી મંઝીલ પાર કરી લે છે. સમય દૈવી સંપત્તિ છે જ્યારે સોનું-ચાંદી, ધન ભૌતિક સંપત્તિ છે તેથી સમયનો સદુપયોગ કરવો જોઈએ.  જો જીવનમાં   સંપૂર્ણ દિવસોમાંથી નિરૃપયોગી  સમય કાઢી નાખવામાં આવે તો શું બચશે? બાલ્યાવસ્થા, વૃધ્ધાવસ્થા, સુવાનો સમય, બીમારીના દિવસો જો જીવનનાં દિવસોમાંથી કાઢી નાંખવામાં આવે તો કેટલાં દિવસ બાકી રહી જાય છે? સમયને કોઈને કોઈ ઉપયોગી કાર્યમાં લગાવી રાખવાની આદત માનવ જીવનની સૌથી મોટી શ્રેષ્ઠતા છે. સમય જ જીવન છે.
ગુમાવેલી સંપત્તિ ફરી કમાઈ શકાય છે. ભુલાઈ ગયેલી વિદ્યા ફરી યાદ કરી શકાય છે. ગુમાવેલું સ્વાસ્થ્ય યોગ્ય ઈલાજ દ્વારા પાછું મેળવી શકાય છે પરંતુ ગયેલો સમય કોઈ રીતે પાછો આવતો નથી અને પછી પશ્ચાતાપ બાકી રહી જાય છે. આજે આપણે કહીએ છીએ કે સમય નથી, સમયનો અભાવ છે પરંતુ સમય તો ચોવીસ કલાકનો દરરોજ બધાંને મળે છે સમયનો અભાવ નથી, અભાવ આસ્થાનો   છે. ગામગપાટાં માટે સમય છે, સિનેમા જોવા માટે સમય    છે, એકબીજાનાં ટાટિયાં ખેંચવા માટે સમય છે, બજારમાં ચાની લારી પર બેઠાં રહીએ છીએ, ચૂંટણીનાં બૂથમાં બેઠા રહીએ છીએ. પણ સ્વાધ્યાય માટે આપણે સમય નથી. આપણી સ્કૂલ ખોલવાની, હોસ્પિટલ ખોલવાની લાયકાત નથી પણ આપણે દિવસમાં થોડો સમય દેશ, ધર્મ, સમાજ માટે વિતાવીએ. આપણે ક્યારેક ગરીબોનાં ઘેર જઈએ. અનાથાલાયો અને હોસ્પિટલની મુલાકાતો લઈએ અને તેમની શક્ય એટલી સેવા કરીએ.
આપણે ગમે તેટલાં રૃપિયા આપીએ પણ પ્રેમ અને સહાનુભૂતિભર્યા શબ્દો તેઓને વધારે સાંતવન આપશે અને આપણાં હૃદય વિશાળ બનશે. મૃત્યુના સમયે એક વિચારશીલ વ્યક્તિએ પોતાનું જીવન વ્યર્થ જવા અંગે અફસોસ પ્રગટ કરતાં કહ્યું કે 'મેં સમય નષ્ટ કર્યો, હવે સમય મારો નાશ કરી રહ્યો છે.' નિયમિત રૃપથી વ્યવસ્થિત ગતિથી ચાલતી કીડી પણ લાંબી મંઝીલ પાર કરી લે છે. સમય દૈવી સંપત્તિ છે જ્યારે સોનું-ચાંદી, ધન ભૌતિક સંપત્તિ છે તેથી સમયનો સદુપયોગ કરવો જોઈએ.  જો જીવનમાં   સંપૂર્ણ દિવસોમાંથી નિરૃપયોગી  સમય કાઢી નાખવામાં આવે તો શું બચશે? બાલ્યાવસ્થા, વૃધ્ધાવસ્થા, સુવાનો સમય, બીમારીના દિવસો જો જીવનનાં દિવસોમાંથી કાઢી નાંખવામાં આવે તો કેટલાં દિવસ બાકી રહી જાય છે? સમયને કોઈને કોઈ ઉપયોગી કાર્યમાં લગાવી રાખવાની આદત માનવ જીવનની સૌથી મોટી શ્રેષ્ઠતા છે. સમય જ જીવન છે.

No comments:

Post a Comment