
માલિકે ઉપરથી મજૂરને બૂમ પાડી પણ મજૂર કામ કરવામાં વ્યસ્ત હોવાથી અને આસપાસ અવાજ થતો હોવાથી તેને માલિકનો અવાજ ન સંભળાયો. થોડીવાર પછી મજૂરનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે માલિકે ઉપરથી ૧૦ રૃપિયાનો સિક્કો ફેંક્યો. આ સિક્કો મજૂર જ્યાં કામ કરતો હતો ત્યાં જ પડયો. મજૂરે તે સિક્કો ઉઠાવીને ખિસ્સામાં મૂકી દીધો અને કામે વળગી ગયો. માલિકે હવે ૧૦૦ રૃપિયાની નોટ નીચે ફેંકી. નોટ ઉડતી ઉડતી પેલા મજૂરથી થોડે દૂર પડી. મજૂરની નજરમાં આ નોટ આવતાં તેને લઈને ફરીથી ખિસ્સામાં મૂકી દીધી અને ફરી પાછો કામે વળગી ગયો. માલિકે હવે ૫૦૦ રૃપિયાની નોટ નીચે ફેંકી તો પણ પેલા મજૂરે અગાઉ બે વખત જેમ કર્યું હતું એમ જ કર્યું.
માલિકે હવે હાથમાં નાનો પથ્થર લીધો અને પેલા મજૂર પર માર્યો. પથ્થર લાગ્યો એટલે મજૂરે ઉપર જોયું અને પોતાના માલિકને જોતાં તેની સાથે વાતો ચાલુ કરી.
અહીં આપણે પણ આ મજૂર જેવા જ છીએ, ભગવાનને આપણી સાથે વાત કરવાની ઈચ્છા હોય છે એ આપણને સાદ પાડીને બોલાવે છે પણ આપણે કામમાં એવા વ્યસ્ત હોઈએ છીએ કે પ્રભુનો સાદ આપણને સંભળાતો જ નથી. પછી એ નાની નાની ખુશીઓ આપવાનું શરૃ કરે છે પણ આપણે તેને ખિસ્સામાં મૂકી દઈએ છીએ પણ ખુશી આપનારનો આપણને વિચાર જ નથી આવતો. છેવટે ભગવાન દુ :ખરૃપી નાનો પથ્થર આપણા પર ફેંકે છે એ તુરંત જ આપણે ઉપર ઉભેલા માલિક - ઈશ્વર સામે જોઈએ છીએ. પરંતુ જો આપણે નાની નાની ખુશીઓ ભોગવવાની સાથે તે ખુશીઓ આપવા બદલ ભગવાનનો આભાર પણ માનીએ અને તેને હરહંમેશ યાદ કરતાં રહીએ તો પ્રભુને આપણને દુ :ખ આપવાનો અવસર નહી આવે.
પ્રભુ ઈશ્વર, પરમેશ્વર ક્યારેય પણ પોતાના બાળકોને દુ :ખ આપવાનું નથી ચાહતા, પણ જ્યારે બાળક તોફાન કરે કે પોતાના માતા-પિતાનું કહ્યું ના માને ત્યારે જેમ માતા-પિતા બાળકોને ઠપકો આપી સમજાવે છે તેમ પ્રભુ પણ આપણને એ સમજાવે છે.
આથી પોતાના જે પણ ઈશ્વર હોય તેને સુખ અને દુ :ખ બંનેમાં યાદ કરવા જોઈએ, કેમકે સુખમાં યાદ કરવાથી એ સુખને પચાવવાની હિંમત અને દુ :ખમાં યાદ કરવાથી દુ :ખને સહન કરવાની તાકાત એ પરમેશ્વર આપણને પુરી પાડે
jay sree krishna
ReplyDelete