Friday 26 June 2015

ભગવાન 'શ્રીકૃષ્ણ' - એ જ 'પુરૃષોત્તમ' છે અને તેના અનેક નામો પણ છે



શ્રીમદ્ ભાગવત્ ગીતાનો પંદરમાં અધ્યાયમાં સૃષ્ટિ-માનવજાત અને ભગવાનનાં સ્વરૃપનું વર્ણન આવેલ છે. તેમાં જગતનાં દરેક નાશવંત પુરુષોને 'ક્ષર' શબ્દથી વર્ણવ્યા છે અને નાશવંત શરીરમાં રહેલ જીવંત 'આત્મા'ને અક્ષર તરીકે ઓળખાવેલ છે, જે અંતરયામી છે અને આ બન્ને 'અક્ષર' તરીકે ઓળખાવેલ છે, જે અંતરયામી છે. અને આ બન્ને 'ક્ષર' (શરીર)ને 'અક્ષર' (આત્મા) બન્નેથી ઉત્તમ પુરુષ તો અલગ જ છે. જેને 'પરમાત્મા' નામથી કહેવાય છે તે અવિનાશી પરમાત્મા ત્રણેય લોકમાં પ્રવેશ કરી સર્વનું ધારણ પોષણ કરે છે તે અવ્યક્ત-અવ્યયરૃપ અને ઈશ્વર છે.
આ ઈશ્વર જે ક્ષર-અક્ષર બન્નેથી પણ ઉત્તમ છે, તેથી તે વેદમાં 'પુરુષોત્તમ' નામથી પ્રસિદ્ધ છે.
યાસ્માત્ ક્ષરમતીતોડહમ્ અક્ષરાઢડપિ ચોત્તમ ।
અતો અસ્મિ લોકેવેદેચ પ્રથિત પુરુષોત્તમ: ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા અ. ૧૫/૧૮
આમ ભગવાન શ્રીકૃષ્ણને જે મનુષ્ય મોહ ત્યાગ કરીને આ પ્રમાણે 'પુરુષોત્તમ' સ્વરૃપ જાણે છે તે સર્વજ્ઞાા હોઈ મને સર્વભાવથી ઉપાસે છે. (શ્લોક. ૧૯)
આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના અનેક નામોનો ઉલ્લેખ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જોવા મળે છે.જે નામો જાણવાથી તેનાં સ્વરૃપોનો ખ્યાલ આવે છે જેમાંથી કોઈપણ એક નામ ભજવાથી 'પુરુષોત્તમ' ભગવાન પ્રસન્ન થાય છે.
શ્રીકૃષ્ણ ભગવાનનાં નામો અને તેનો અર્થ
* અનંતરૃપ - જેના અનંત/અનેક રૃપો છે તે.
* અચ્યુત - જેનો કદી પણ ક્ષય કે નાશ થતો નથી તે.
* અરિસુદન - સહેલાઈથી શત્રુઓનો નાશ કરનાર.
* કૃષ્ણ - સત્તાવાચક અને આનંદવાચક બન્નેનો એકતાસૂચક પરબ્રહ્મ કૃષ્ણ.
* કેશવ - ક. બ્રહ્માને અને ઈશ-શિવને વશ રાખનાર.
* કેશિનિષૂદન - 'કેશી' નામના દૈત્યનો નાશ કરનાર.
* કમલપન્નાક્ષ - કમળની પાંખડી જેવી સુંદર આંખોવાળા.
* ગોવિંદ - ગો - એટલે વેદાંત વાક્યો દ્વારા જે જાણી શકાય છે તે
* જગત્પતિ - જગતનાં પતિ
* જગન્નિવાસ - જગતનો નિવાસ જેનામાં છે તે.
* જનાર્દન - દુષ્ટજનોને શત્રુઓને પીડનારા.
* દેવ દેવ - દેવતાઓનાં પૂજ્ય. દેવવર - દેવતાઓમાં શ્રેષ્ઠ.
* પુરુષોત્તમ - ક્ષર અને અક્ષર એ બન્ને પુરુષોથી જે ઉત્તમ છે તે.
* ભગવાન - ઐશ્વર્ય-ધર્મ-યશ-લક્ષ્મી-વૈરાગ્ય અને મોક્ષ એ છ પદાર્થો આપનાર અથવા સર્વ ભૂતોની ઉત્પતિ-પ્રલય-જન્મ-મરણ તથા વિદ્યા-અવિદ્યાને જાણનારા.
* ભૂતભાવન - સર્વ ભૂતોને ઉત્પન્ન કરનારા.
* ભૂતેશ - ભૂતોનાં ઈશ (ઈશ્વર)
* મધુસૂદન - 'મધુ' નામનાં દૈત્યને મારનાર.
* મહાબાહુ - મહાન ભૂજા-બાહુવાળા
* માધવ - લક્ષ્મીનાં પતિ
* યાદવ - યાદવ કુળમાં જન્મેલાં
* યોગવિત્તમ - યોગને જાણનારાઓમાં શ્રેષ્ઠ.
* વાસુદેવ - વસુદેવનાં પુત્ર
* વાષ્ણય - વૃષ્ણિ ગોત્રમાં ઉત્પન્ન થયેલા
* વિષ્ણુ - સર્વવ્યાપક
* હરિ - સંસારરૃપી દુ:ખ હરનાર
અર્જુનના નામો અને તેનો અર્થ
* અનધ - પાપરહિત - નિષ્પાપ
* કપિધ્વજ - જેનાં ધ્વજ ઉપર કપિ છે તે.
* કુરુશ્રેષ્ઠ - કુરૃકુળમાં ઉત્પન્ન થયેલાઓમાં શ્રેષ્ઠ.
* કુરૃનંદન - કુરુવંશનાં રાજાઓનો પુત્ર
* કુરૃપ્રવીર - કુરુકુળમાં જન્મેલાઓમાં વિશેષ તેજસ્વી.
* કોન્તેય - કુંતીનો પુત્ર
* ગુડાકેશ - નિંદ્રાને જીતનાર
* ધનંજય - દિગ્વિજયમાં સર્વ રાજાઓને જીતનાર.
* ધનુર્ધર - ધનુષ્યને ધારણ કરનારો.
* પરતમ - પરમ તપસ્વી અથવા શત્રુઓને બહુ તપાવનાર.
* પાર્થ- પૃથા એટલે- કુંતીનો પુત્ર
* પુરુષવ્યાઘ્ર - પુરૃષોમાં વાઘ જેવો
* પુરુષર્ષભ - પુરુષોમાં ઋષભ એટલે શ્રેષ્ઠ.
* પાણ્ડવ - પાંડુનો પુત્ર
* ભરતશ્રેષ્ઠ - ભરતનાં વંશજોમાં શ્રેષ્ઠ.
* ભરતસતમ - ભરતનાં વંશજોમાં ઉત્તમ.
* ભરતર્ષભ - ભરતવંશીઓમાં શ્રેષ્ઠ.
* ભારત - ભરતનો વંશજ
* મહાબાહુ - મોટી ભૂજાઓ-હાથોવાળા.
* સવ્યસાચિન્ - ડાબા હાથે પણ ધનુષ્ય સંધાન કરનાર.
આ નામો પર્યાયવાચી છે તેનો અર્થ અને મહિમા જાણવાથી તેનાં સ્વરૃપનું જ્ઞાાન થાય છે. આ પુરુષોત્તમ માસમાં આવે તેનાં નામનું રટન કરી મહિમા જાણીએ તો આવતો પણ માનવજન્મ સફળ થાય.

No comments:

Post a Comment