Thursday 3 September 2015

મામા શકુની ક્યારેય ન હારતા જુગારમાં, જાણો છો કેમ?

મહાભારતના ખલનાયકમાંના શકુનીને જ્યારે યાદ કરીએ ત્યારે તરત જ યાદ આવી જાય છે તેમનો જુગાર પ્રેમ. ગાંધારીના આ ભાઈ શકુનીએ દૂર્યોધનના મનમાં પાંડવો વિરુદ્ધ નફરતનું બીજ વાવવાનું કામ કર્યું હતું. પાંડવ- કૌરવના મહાભારત યુદ્ધ અને કૌરવ વંશના નાશ પાછળ આ પણ એક જવાબદાર વ્યક્તિ હતો. જાણીએ તેની એક મહાઆવડત જુગાર રમવાની. તેના પાસામાં એવું તે શું હતું કે તે ફેંકાતા પોબારા પડતા હતા. આખરે શકુનિએ શા માટે ભાઈ-ભાઈ વચ્ચે આંગ ચાંપી કે જેથી કરીને પોતાની બહેનનો વંશ જ ખતમ થઈ ગયો. આ વિષે એક કથા છે જેમાં શકુની નથી ઈચ્છતો કે તેની બહેનના લગ્ન અંધ ધૃતરાષ્ટ્ર સાથે થાય.

ભીષ્મના દબાણ હેઠળ ગાંધારીને ધૃતરાષ્ટ્ર સાથે લગ્ન કરવા પડ્યા. તેથી શકુની હમેંશા બદલાની આગમાં સળગતો રહ્યો. તેણે હસ્તિનાપુર આવીને પોતાના દાવ-પેચ ખેલવા શરૂ કરી દીધા. આ એક ભાગ છે પણ આ વાર્તાનો બીજો ભાગ સ્તબ્ધ કરી દે તેવો છે.

એકવાર ભીષ્મ પિતામહને ગાંધારીથી એવું સત્ય જાણવું મળ્યું કે જે જાણીને ભીષ્મ નારાજ થઈ ગયા. ભીષ્મ નહોતા ઈચ્છતા કે ગાંધારીના લગ્ન પહેલાં આ સત્ય કોઈ અન્યને ખબર પડે. તેથી ભીષ્મે શકુનીના આખા પરિવારને બંદીખાનામાં પુરાવી દીધો. પુરતુ ભોજન ન મળવાથી તે લોકો ધીરે ધીરે તડપી તડપીને મૃત્યુ પામ્યા.

કારાવાસ દરમિયાન ભૂખથી પિડાઈને શકુનીના ભાઈઓ અંદરોઅંદર લડવા લાગ્યા. તારે એના પિતાએ નક્કી કર્યું કે બધો જ ખોરાક માત્ર એક જ વ્યક્તિ ખાશે. આપણે બધાં જ આપણું ભોજન આપીને એક વ્યક્તિનો જીવ બચાવીશું તે આપણી સાથે થયેલા અન્યાયનો બદલો લેશે. તેથી એવું નક્કી થયું કે જે સૌથી વધુ બુદ્ધિશાળી અને ચતુર હશે તે બધું જ ભોજન આરોગશે.

સમગ્ર પરિવારમાં શકુની સૌથી નાનો પણ સૌથી ચતુર અને બુદ્ધિમાન હતો. તેથી બધું જ ભોજન તેને મળવા લાગ્યું. શકુની પોતાના પરિવાર સાથે થયેલા અન્યાયને ક્યારેય ભૂલી ન શકે તેથી બધાંએ સાથે મળીને તેના પગ ભાંગી નાંખ્યા. તેથી શકુની લંગડો ચાલવા લાગ્યો.

શકુનીના પિતા જ્યારે બંદીગૃહમાં મરવાની અણિ પર હતા ત્યારે તેમને શકુનીમાં ચોપાટ રમવાની રુચિ જોઈ. ત્યારે તેમણે તેને કહ્યું કે બેટા તું મારી આંગળીઓના પાસા બનાવી લેજે. જેમાં મારો આક્રોશ ભરાયેલો હશે. જેથી પાસા ફેંકવામાં તને કોઈ હરાવી નહીં શકે.
પોતાના પિતાની આંગળીઓથી બનેલા પાસાને કારણે જુગારમાં શકુનીને કોઈ હરાવી શકતું નહોતું. તેથી જે તે દરેક વખતે પાંડવોને હરાવવામાં સફળ નિવડતો.

1 comment: