Tuesday 16 June 2015

ચીનમાં માત્ર ૧૯ દિવસમાં જ આ પ૭ માળની ઇમારત ઉભી કરી દેવાઇ

ચીનમાં માત્ર ૧૯ દિવસમાં જ પ૭ માળની એક ઇમારત ઉભી કરી દેવાઇ છે. આ ઇમારતનુ કામ એટલી ઝડપી થતુ હતુ કે એક જ દિવસમાં ત્રણ માળનુ બાંધકામ પુરૂ કરી દેવાતુ હતુ.
દક્ષિણ ચીનના ચાંગ્શા શહેરમાં આ ઇમારત બનીને તૈયાર થઇ ચૂકી છે. આમ તો ચીનમાં બનેલી ગગનચૂંબી ઇમારતોની સરખામણીમાં આ ઇમારતની ઉંચાઇ ઓછી છે. પ૭ માળની આ ઇમારતની ઉંચાઇ ર૦૪ મીટર છે. આ ઇમારત ઝેંગ ઉઇએ બનાવી છે ઝેંગ ઉઇની નિર્માણ કંપની બ્રોડ ગ્રુપનુ માનવુ છે કે આ તો માત્ર શરૂઆત છે.
ઝેંગ કહે છે કે આ એક મોડ્યુલર ક્રાંતી છે. મીની સ્કાઇ સીટી નામની આ ઇમારતમાં હજારો તૈયાર મોડ્યુલ્સને એકબીજામાં ફીટ કરીને ઇમારત જોતજોતામાં ઉભી કરી દેવાઇ છે. ઝેંગનુ માનવુ છે કે આ ટેકનીક ઝડપી હોવાની સાથે સસ્તી પણ છે. બ્રોડ ગ્રુપ મીની સ્કાઇ સીટી બાદ હવે ગગનચુંબી સ્કાઇ સીટી બનાવવા માગે છે.

No comments:

Post a Comment