Sunday, 3 May 2015

અમૂલ્ય ગુજરાતી વાર્તાઓ...

ઈશ્વર હવે તને હું શું કહું?..........
દીકરી ને અગ્નિદાહ આપ્યો,
તે પહેલા પહેલા ઈશ્વર ને
બે હાથ જોડીને કહ્યું હતું,
સાસરે વળાવતો હોઉં એવી જ રીતે,
મારી દીકરી ને વિદાય કરું છુ.
ધ્યાન રાખીશ ને એનું?
અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકાત આવી,
મને લાગ્યું કે ઈશ્વરે મારું વેવાઈપણું સ્વીકારી લીધું...!
અને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે,
પત્નીએ આગણાં માં પાણી મુક્યું હતું...
નાહી નાખવાનું હવે દીકરી ના નામનું...!
દીકરી વિનાનું ઘર આજે દશ દિવસ નું થયું...
પત્નીની વારે વારે ભરાઈ આવતી આખો
દીકરી ના ડ્રેસિંગ ટેબલ,
અને છેલ્લા દસ દિવસ થી એકદમ વ્યવસ્થિત રહેલા,
એના વાર્ડરોબ પર ફરીવળે છે.
હું પણ ત્યાં જોવું છુ ને,
એક નીશાસો નંખાઈ જાય છે.
ઈશ્વર.....
દીકરી ને તને સોપાતા પહેલા,
મારે તારા વિષે તપાસ કરવાની જરૂર હતી
કન્યા પક્ષ ના રીવાજો ને તારે મન આપવું જોઈએ,
દશ દિવસ થઇ ગયા...
અને અમારે ત્યાં...
પગફેરા નો રીવાજ હજુ બાકી છે...!!!

No comments:

Post a Comment