Sunday, 3 May 2015

ગુજરાતી શાયરી...

અંધારાએ જાત ઉતરડી,
અજવાળાએ આળસ મરડી.
તાજેતરમાં મરી ગઈ છે,
રાત નામની ડોશી ઘરડી.
રાત-દિવસ તો યુગો-યુગોથી,
રમ્યા કરે છે ફેરફુદરડી.
અમુક ઝાડ તો હજીય એમ જ,
બેઠાં છે કૈ મોઢું મરડી.
રમતિયાળ તડકી તો જુઓ,
જાણે કોઈ હો વાછરડી..!

No comments:

Post a Comment