Wednesday 29 April 2015

રામાયણમાં એક સુંદર પ્રસંગ....

રામાયણમાં એક સુંદર પ્રસંગ આવે છે.
ભગવાન રામ સીતાને મેળવવા માટે જ્યારે લંકા જવા માટે સમુદ્ર પર પુલ બાંધવાનું કામ આરંભે છે ત્યારે નલ અને નીલ નામના બે વાનરને પથ્થરનો પુલ બનાવવા માટેની મુખ્ય જવાબદારી સોંપવામાં આવે છે. દંતકથા એવી છે કે નલ અને નીલ કોઇપણ વસ્તું પાણીમાં નાખે તો એ બધી જ વસ્તુ ડુબવાને બદલે તરે.
બધા વાનર દુર દુરથી પથ્થર લાવી અને નલ-નીલને આપે અને નલ-નીલ એ પથ્થર પાણીમાં નાખે. પથ્થર પાણીમાં તરવા લાગે અને એ રીતે પુલ આગળ વધે. ભગવાન રામચંદ્ર આ બધુ જોઇ રહ્યા હતા. એ વિચારવા લાગ્યા કે આ બધા વાનરો કેટલો બધો શ્રમ કરે છે. રાત દિવસ એક કરીને પણ એ પુલ બનાવવાના કાર્યમાં લાગ્યા છે. મારે પણ આ લોકોને કંઇક મદદ કરવી જોઇએ.
એકવાર વિશ્રાંતિના સમયે ભગવાન રામચંદ્રજીએ કોઇ ન જુવે એ રીતે એક પથ્થર ઉપાડીને પાણીમાં ફેંક્યો. પથ્થર તુરંત જ ડુબી ગયો. ભગવાને બીજો પથ્થર ઉપાડીને પાણીમાં ફેંક્યો એ પણ ડુબી ગયો. હનુમાનજી એક શિલાની પાછળ છુપાઇને આ જોઇ રહ્યા હતા. પ્રભુએ ખુબ પ્રયાસ કર્યા પણ કોઇ પથ્થર તરે નહી. ભગવાને પાછળ જોયુ અને એને હનુમાનજીને જોયા એટલે ભગવાન થોડા શરમાઇ ગયા.
હનુમાનજીએ હાથ જોડીને ભગવાનને કહ્યુ , " પ્રભુ હું ક્યારનો આપને પાણીમાં પથ્થર નાંખતા જોઇ રહ્યો હતો " ભગવાને થોડા સંકોચ સાથે હનુમાનને કહ્યુ , " હનુમાન , મને એ નથી સમજાતું કે આવું કેમ થાય છે ? મેં નાખેલા પથ્થરો કેમ તરતા નથી? " હનુમાનજીએ વિનમ્રભાવે કહ્યુ , “પ્રભુ, જેને આપ છોડી દો એ કેવી રીતે તરી શકે ? જે આપના હાથમાંથી જાય એ ડુબ્યા સિવાય કેવી રીતે રહી શકે ? "
જેને ભગવાન પોતે છોડી દે એને આ જગતની કોઇ તાકાત ડુબતા ન બચાવી શકે અને જે ભગવાનના હાથમાં હોઇ એને કોઇ શક્તિ ક્યારેય ના ડુબાડી.

No comments:

Post a Comment