Sunday, 16 August 2015

!!!!!!!!.......108 Names of Lord Shiva....!!!!!!!!

शिवाय नमः                   
महेश्वराय नमः                   
शम्भवे नमः              
पिनाकिने नमः                                      
शशिशेखराय नमः
वामदेवाय नमः               
विरूपाक्षाय नमः
कपर्दिने नमः
नीललोहिताय नमः
शङ्कराय नमः (10)
शूलपाणये नमः
खट्वाङ्गिने नमः
विष्णुवल्लभाय नमः
शिपिविष्टाय नमः
अम्बिकानाथाय नमः
श्रीकण्ठाय नमः
भक्तवत्सलाय नमः
भवाय नमः
शर्वाय नमः
त्रिलोकेशाय नमः (20)
शितिकण्ठाय नमः
शिवाप्रियाय नमः
उग्राय नमः
कपालिने नमः
कौमारये नमः
अन्धकासुर सूदनाय नमः
गङ्गाधराय नमः
ललाटाक्षाय नमः
कालकालाय नमः
कृपानिधये नमः (30)
भीमाय नमः
परशुहस्ताय नमः
मृगपाणये नमः
जटाधराय नमः
क्तेलासवासिने नमः
कवचिने नमः
कठोराय नमः
त्रिपुरान्तकाय नमः
वृषाङ्काय नमः
वृषभारूढाय नमः (40)
भस्मोद्धूलित विग्रहाय नमः
सामप्रियाय नमः
स्वरमयाय नमः
त्रयीमूर्तये नमः
अनीश्वराय नमः
सर्वज्ञाय नमः
परमात्मने नमः
सोमसूर्याग्नि लोचनाय नमः
हविषे नमः
यज्ञमयाय नमः (50)
सोमाय नमः
पञ्चवक्त्राय नमः
सदाशिवाय नमः
विश्वेश्वराय नमः
वीरभद्राय नमः
गणनाथाय नमः
प्रजापतये नमः
हिरण्यरेतसे नमः
दुर्धर्षाय नमः
गिरीशाय नमः (60)
गिरिशाय नमः
अनघाय नमः
भुजङ्ग भूषणाय नमः
भर्गाय नमः
गिरिधन्वने नमः
गिरिप्रियाय नमः
कृत्तिवाससे नमः
पुरारातये नमः
भगवते नमः
प्रमधाधिपाय नमः (70)
मृत्युञ्जयाय नमः
सूक्ष्मतनवे नमः
जगद्व्यापिने नमः
जगद्गुरवे नमः
व्योमकेशाय नमः
महासेन जनकाय नमः
चारुविक्रमाय नमः
रुद्राय नमः
भूतपतये नमः
स्थाणवे नमः (80)
अहिर्भुथ्न्याय नमः
दिगम्बराय नमः
अष्टमूर्तये नमः
अनेकात्मने नमः
स्वात्त्विकाय नमः
शुद्धविग्रहाय नमः
शाश्वताय नमः
खण्डपरशवे नमः
अजाय नमः
पाशविमोचकाय नमः (90)
मृडाय नमः
पशुपतये नमः
देवाय नमः
महादेवाय नमः
अव्ययाय नमः
हरये नमः
पूषदन्तभिदे नमः
अव्यग्राय नमः
दक्षाध्वरहराय नमः
हराय नमः (100)
भगनेत्रभिदे नमः
अव्यक्ताय नमः
सहस्राक्षाय नमः
सहस्रपादे नमः
अपपर्गप्रदाय नमः
अनन्ताय नमः
तारकाय नमः
परमेश्वराय नमः (108)

Saturday, 15 August 2015

દેવાધિદેવ ભગવાન શિવજીના મહિમાનો પાર પામવા કોઇ સમર્થ નથી !

''મહિમ્ન : પારં તે પરમ વિદુષો યદ્યસદૃશી  
સ્તુતિ બ્રહ્માદીનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર : ।
અથાવાચ્ય : સર્વ : સ્વમતિપરિણામવધિ ગૃણન્
મમાપ્યેષ સ્તોત્રે હર : નિરપવાદ : પરિકર : ।।
જો તમારા (ભગવાન શિવના) મહિમાને પૂર્ણ રૃપે જાણ્યા વિના સ્તુતિ કરવી અયોગ્ય હોય તો બ્રહ્માદિ દેવોની વાણી પણ અટકી જશે. કોઇપણ સ્તુતિ નહી કરી શકે કેમ કે તમારા મહિમાનો અંત કોઇ જાણી શકે એમ જ નથી. અનંતનો અંત કેવી રીતે જાણી શકાય ? તો પછી પોતપોતાની બુદ્ધિ પ્રમાણે જે જેટલું જાણી શક્યું છે એટલું કહી દેવાના તેના અધિકારને દોષયુક્ત નહી ગણાય તો મારા જેવો સામાન્ય પુરુષ પણ સ્તુતિ માટે પ્રયત્ન કેમ ન કરે ? હું પણ થોડું જાણું છું. તો જેટલું જાણું છું એટલું કેમ ન કહું ?''
'શિવ મહિમ્ન સ્તોત્ર' ના રચયિતા આચાર્ય પુષ્પદન્તના આ વચનો દર્શાવે છે કે ભગવાન શિવજીનો મહિમા અનંત છે. પર્વતરાજ હિમાલયની પુત્રી પાર્વતી જે સમયે શિવજીને પતિરૃપે પ્રાપ્ત કરવા કઠોર તપશ્ચર્યામાં નિરત હતી. તે સમયે તેના પ્રેમની પરીક્ષા કરવા ભગવાન શિવજી બ્રહ્મચારીનો વેશ ધારણ કરી એની આગળ આવ્યા હતા અને શિવની નિંદા કરવા લાગ્યા હતા. 'શંકર એટલા દરિદ્ર છે કે એમને પહેરવા વસ્ત્ર પણ મળતું નથી એટલે તો એ દિગંબર કહેવાય છે. એ તને શું સુખ આપશે ? એ સ્મશાનવાસી છે તો તને રહેવા સુંદર ઘર ક્યાંથી મળશે ? એ ઉગ્ર રૃપવાળા ભયંકર દેખાવવાળા છે તો તને એમનાથી શાંતિ ક્યાંથી મળશે ?' એનો જવાબ આપતા પાર્વતીએ એમને કહ્યું હતું-
અકિંચન : સન્ પ્રભવ : સ સંપદાં
ત્રિલોકનાથ : પિતૃ સદ્યગોચર : ।
સ ભીમરૃપ : શિવ ઇત્યુદીર્યતે
ન સન્તિ યાથાર્થ્યવિદ : પિનાકિન : ।।
શિવ દરિદ્ર હોવા છતાં બધી સંપત્તિના ઉદ્ગમસ્થાન છે. તે સ્મશાનવાસી હોવા છતાં ત્રણેય લોકના નાથ છે. ઉગ્ર અને ભયંકર રૃપવાળા હોવા છતાં કલ્યાણકારી હોવાથી 'શિવ' એ નામથી ઓળખાય છે. સત્ય તો એ છે કે પિનાક ધનુષ્ય ધારણ કરનારા શિવજીનું યથાર્થ તત્વ કોઇ જાણી એમ જ નથી એ કોણ છે અને કેવા છે ?' આ બાબતનું સુંદર નિરૃપણ મહાકવિ કાલિદાસે એમના 'કુમારસંભવમ્' મહાકાવ્યમાં પણ કર્યું છે.
મહાભારતમાં દર્શાવ્યું છે કે એકવાર મહારાજ યુધિષ્ઠિરે આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્ય ધારણ કરનારા મહાપ્રતાપી ભીષ્મ પિતામહ પાસેથી ધર્મ અને મોક્ષના રહસ્યોને જાણવા, નીતિવિષયક જ્ઞાાન ગ્રહણ કરવા પૃચ્છા કરી  ત્યારે 'શિવ- મહિમા' વિશે પ્રશ્ન કર્યો હતો. તે વખતે ભીષ્મ પિતામહે સભા મધ્યે કહ્યું હતું- 'જે બધામાં રહેલા હોવા છતાં પણ ક્યાંય કોઇને દેખાતા નથી એ મહાદેવજીના ગુણોનું વર્ણન કરવા હું બિલકુલ અસમર્થ છું. મનુષ્ય દેહધારી કોઇપણ દેવાધિદેવ મહાદેવના મહિમાનો પાર પામવા સમર્થ નથી.' આ સાંભળ્યા પછી યુધિષ્ઠિરને નિરાશ થતા જોઇ ભીષ્મ પિતામહે કહ્યું હતું- 'આ  સભામાં ભગવાન વિષ્ણુના અવતાર એવા ભગવાન શ્રીકૃષ્ણ પણ ઉપસ્થિત છે. તે શિવજીનો મહિમા કહી શકે એમ છે. એ પછી ભીષ્મ પિતામહે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી હતી. તમે યુધિષ્ઠિર અને સભામાં હાજર ઋષિ- મુનિઓને શિવમહિમા સંભળાવો.' ભગવાન શ્રીકૃષ્ણે પણ તેનો મહિમા સમજાવતા કહ્યું હતું- 'હિરણ્યગર્ભ, ઇન્દ્રાદિ દેવો અને મહર્ષિઓ પણ શિવ તત્વને જાણવા અશક્ત છે. શિવના ગુણો અપાર છે. હું એમાંથી થોડા એવા એમના ગુણો કહું છું...' આમ કહીને એમણે શિવ મહિમા પોતાના મુખે વર્ણવ્યો હતો !
વાયુપુરાણ કહે છે- ''આ વિશ્વ હરિ- હરાત્મક છે. એટલે પ્રતિક- ઉપાસના, અંગ- ઉપાસનાના સિદ્ધાન્તથી એકનો ઉપાસક જાણતા- અજાણતા બન્નેનો ઉપાસક થઇ જાય છે. મહાભારત કહે છે- અગ્નિષોમાત્મક જગત- અગ્નિ અને સોમનું સંયુક્ત સ્વરૃપ એટલે જગત. વેદ કહે છે- 'સોમો  વૈ વિષ્ણુ :- સોમ તત્વ નારાયણાત્મક છે' અને 'અગ્નિવૈ રુદ્ર : - અગ્નિતત્વ રુદ્રાત્મક છે.' વાયુપુરાણ પણ કહે છે-
'પ્રકાશં ચા પ્રકાશં ચ જણ્ગમં સ્થાવરં તથા ।
વિશ્વરૃપમિદં સર્વં રુદ્રનારાયણાત્મકમ્ ।।'
હરિ- હરિ એકબીજામાં ભળેલા છે. એટલે જ હરિહર શબ્દ અસ્તિત્વમાં આવ્યો. હરિહર સ્વરૃપના અડધા (ડાબા) ભાગમાં હરિ અને બાકીના અડધા (જમણા) ભાગમાં શિવ છે. પુરાણોમાં એક પ્રસંગનો ઉલ્લેખ છે. એકવાર વિષ્ણુ પત્ની લક્ષ્મી અને શિવ પત્ની પાર્વતી વચ્ચે બન્નેના પતિઓમાંથી શ્રેષ્ઠ કોણ છે તે અંગે મોટો વિવાદ ચાલ્યો. લક્ષ્મીએ શિવજીની હાજરીમાં પોતાના પતિ વિષ્ણુ શિવ કરતા વધારે ચડિયાતા છે એવી દલીલો કરી એટલામાં વિષ્ણુ ત્યાં આવી પહોંચ્યા. આ બધી દલીલો અને વિવાદ જોતાં તેમની પત્નીનો ભ્રમ દૂર કરવા તે શિવજીના શરીરમાં દાખલ થઇ ગયા. લક્ષ્મી અને પાર્વતીએ જોયું તો ત્યાં હરિહર એક શરીરે દેખાઇ રહ્યાં હતા. શરીરના ડાબા ભાગમાં હરિ અને જમણા ભાગમાં શિવ દેખાતા હતા ! આમ આ રીતે એમણે સાબિત કરી દીધું કે અમે એક જ છીએ !

Friday, 14 August 2015

15મી ઓગસ્ટ: જેને દરેક હિંદુસ્તાનવાસી ક્યારેય ભૂલતો નથી

15મી ઓગસ્ટ સાથે સંકળાયેલી કેટલીક અજાણી પણ રસપ્રદ હકીકતો

- જાણો, બીજા કયા દેશો 15મી ઓગસ્ટે આઝાદી દિન મનાવે છે?

,

ઈતિહાસની સાલવારીઓ યાદ રાખવામાં ભલભલા ભારતીયો ગોથા ખાઈ છે પણ એક તારીખ એવી છે જેને દરેક હિંદુસ્તાનવાસી ક્યારેય ભૂલતો નથી, આ તારીખ છે 15મી ઓગસ્ટ. 1947ની આ તારીખે ભારત દેશ બ્રિટિશરોની ધૂંસરીમાંથી આઝાદ થયો હતો. પ્લાસીના યુદ્ધ બાદ 190 વર્ષો સુધી બ્રિટિશરોએ ભારત પર રાજ કર્યું હતું. 15મી ઓગસ્ટે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારતનો ઉદય થયો હતો, પ્રસ્તુત છે 15મી ઓગસ્ટ સાથે સંકળાયેલી કેટલીક અજાણી પણ રસપ્રદ હકીકતો....
કેમ 15મી ઓગસ્ટે જ આઝાદ થયો ભારત દેશ?
જાણીતા લેખક લેરી કોલીન્સ અને ડોમિનિક લેપીયરના પ્રસિદ્ધ પુસ્તક ફ્રિડમ એટ મીડનાઈટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ લેખકોએ બ્રિટિશ શાસનના છેલ્લા વાઈરસરોય લોર્ડ માઉન્ટબેટ સાથે કલાકો સુધી ચર્ચા કરી હતી અને આ ચર્ચામાં માઉન્ટબેટને 15મી ઓગસ્ટ પસંદ કરવા પાછળના કારણનો ખુલાસો કર્યો હતો. જ્યારે હિંદને આઝાદ કરવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો એ સમયે ભારતના નેતાઓ સાથેની એક બેઠક બાદ માઉન્ટબેટન પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યા હતા, આ સમયે એક પત્રકારે ભારતને કઈ તારીખે આઝાદ કરવામાં આવશે એવો સવાલ પૂછ્યો હતો, એ વખતે માઉન્ટબેટને આ વિશે કશું જ વિચાર્યું ન હતું, પણ થોડા વર્ષો પહેલા બીજા વિશ્વયુદ્ધના છેલ્લા તબકકામાં જાપાને 15મી ઓગસ્ટના રોજ બ્રિટનના નેતૃત્વ હેઠળના મિત્ર દેશો સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી, આ વાત માઉન્ટબેટનને યાદ આવી જતા તેમણે સવાલ પૂછનાર પત્રકારને 15મી ઓગસ્ટ તારીખ કહી દીધી હતી. અને આ રીતે ભારતનો સ્વતંત્રતા દિવસ નક્કી થયો હતો, જો કે એ સમયે દેશના જ્યોતિષોએ આ તારીખને ભાર અપશુકનિયાળ ગણાવીને આ દિવસે ભારતને આઝાદ નહીં કરવાની સલાહ આપી હતી, જો કે આવી વાતોમાં નહીં માનતા નેહરુએ આ ચેતવણીને ગણકારી ન હતી.
બીજા કયા દેશો 15મી ઓગસ્ટે આઝાદી દિન મનાવે છે?
માત્ર આપણે જ નહીં અન્ય ત્રણ દેશો પણ 15મી ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસ મનાવે છે. આ દેશો છે સાઉથ કોરિયા, બહેરીન અને રિપબ્લિક ઓફ કોંગો. સાઉથ કોરિયા 15 ઓગસ્ટ, 1945ના રોજ જાપાનથી આઝાદ થયો હતો, જ્યારે બહેરીન 1971ની આ તારીખે બ્રિટનથી આઝાદ થયું હતો તો કોંગોએ 1960માં આ તારીકે ફ્રાન્સથી આઝદી મેળવી હતી.

Thursday, 13 August 2015

થોડો ટાઈમ હોય તો આ જરૂર વાંચજો .

ભગવાન શ્રી કૃષ્ણ .
શ્રી કૃષ્ણ ભગવાન ની કથા એમ કહે છે કે તેઓ જન્મ્યા પહેલાજ તેમને મારી નાખવાની તૈયારી થઇ ગયી હતી . પણ તેમાંથી તેઓ આબાદ ઉગરી ગયા આગળ તેમના જીવન માં ઘણા સંકટો આવ્યા પણ તેઓ લડતા રહ્યા કોઈ ને કોઈ યુક્તિ કરીને હંમેશા બચતા રહ્યા કોઈ પ્રસંગ માં તો તેઓ રણ છોડી ભાગી પણ ગયા હતા . પણ મારા જીવન માં આટલી બધી તકલીફો કેમ છે કરી તેઓ કોઈ દિવસ કોઈ ને પોતાની કુંડળી બતાવવા નથી ગયા કે એવી કોઈ નોધ મેં નથી વાચી , ના કોઈ ઉપવાસ કર્યા ,ના ખુલ્લા પગે ફર્યા ,તેમને તો યજ્ઞ કર્યો તે ફક્ત અને ફક્ત કર્મો નો .
યુદ્ધ ના મૈદાન માં જયારે અર્જુને ધનુષ્ય બાણ નીચે નાખી દીધા , ત્યારે ભગવાન શ્રી કુષ્ણ એ ના તો અર્જુન ના જન્માક્ષર જોયા , ના તો તેને કોઈ દોરો તેને આપ્યો , આ તારું યુદ્ધ છે અને તારેજ કરવાનું છે એમ અર્જુન ને સ્પષ્ટ કહી દીધું
અર્જુને જયારે ધનુષ્ય નાખી દીધું ત્યારે તે ધનુષ ઉપાડી ભગવાને અર્જુન વતી લડાઈ નથી કરી। બાકી શ્રી કુષ્ણ ભગવાન ખુબ મહાન યોદ્ધા હતા . તેઓ એકલા હાથે આખી કૌરવો ની સેના ને હરાવી શકે તેમ હતા ,પણ ભગવાને શસ્ત્ર હાથ માં નહોતું પકડ્યું પણ જો અર્જુને લડવાની તૈયારી બતાવી તો તેઓ તેના સારથી ( માર્ગદર્શક ) બનવા તૈયાર હતા .
આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણ ને સમજાવે છે કે જો દુનિયા ની તકલીફો માં તું જાતે લડીશ તો હું હંમેશા તારી આગળ ઉભો હોઈશ
તારી તકલીફો ને હું હળવી કરી નાખીશ અને તને માર્ગદર્શન પણ આપીશ ,
કદાચ આજ ગીતા નો સહુથી સંક્ષિપ્ત સાર છે ,
જયારે તમે કોઈ ભગવાન ના દર્શને જાવ તો ભગવાન ને એટલું જરૂર કહેજોં ભગવાન મારી તકલીફો થી લડવાની મને શક્તિ આપજો , નહિ કે ભગવાન મારી તકલીફો થી છુટકારો આપજો ,
ભગવાન આપની પાસે ઉપવાસ નથી માંગતા
નહિ કે તું ચાલતો આવ કે બીજું કઈ
ભગવાન માંગે છે તો તમારું કર્મ
માટે કર્મ કરતા રહેવું , ભગવાન ��
મનમાં... ભરીને જીવવું,
એના કરતાં,
મન... ભરીને જીવવું..! Jay shree Krishna

કાલથી શ્રાવણ માસ, મંદિરો 'હર હર મહાદેવ'થી ગૂંજી ઉઠશે

૨૯ ઓગસ્ટે રક્ષાબંધન, ૫ સપ્ટેમ્બરે જન્માષ્ટમીની ઉજવણી

અમદાવાદ સહિત રાજ્યભરનાં શિવમંદિરોમાં જપ-તપ, રૃદ્રાભિષેકનાં વિશેષ આયોજનો


જપ, તપ અને વ્રતનો તહેવાર એટલે શ્રાવણ માસ. હિંદુઓ માટે અત્યંત પાવન શ્રાવણ માસનો ૧૫ ઓગસ્ટથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. શ્રાવણ માસનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે શિવભક્તોમાં ભગવાન શિવને રિઝવવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરના શિવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે જપ-તપ, રૃદ્રાભિષેક, મહાપૂજાના વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યા છે. આમ, શ્રાવણ માસ સાથે સર્વત્ર ભક્તિમય માહોલ જોવા મળશે.
શ્રાવણ માસમાં ભગવાન શિવની ઉપાસના કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થતું હોય છે. ભગવાન શિવને બિલ્વપત્ર ખૂબ જ પ્રિય છે. ભાવિકો ભગવાન શંકરની આગામી એક માસ સુધી આરાધના કરી બિલ્વપત્ર, દૂધ, કાળા તલ ચઢાવીને પૂજન કરે છે. અમદાવાદ શહેરના અત્યંત પ્રાચિન કર્ણમુક્તેશ્વર મહાદેવ, કામનાથ મહાદેવ,  કોટેશ્વર મહાદેવ, શિવાનંદ આશ્રમ, સમર્થેશ્વર મહાદેવ, મણિકણિશ્વર, અમરનાથ મહાદેવમાં શિવ મહાપુરાણ, હોમાત્મક, જપાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, શ્રાવણ માસમાં શિવ મંદિરો 'બમ બમ ભોલે..', 'હર હર મહાદેવ'થી ગૂંજી ઉઠશે. જ્યોતિષશાસ્ત્રી મહેન્દ્ર પંડયાએ જણાવ્યું હતું કે 'શિવ પૂજામાં જળનું ખૂબ જ મહત્વ છે. હાલ સિંહસ્થ ગુરુ હોવાથી શિવનો જળ તેમજ ઔષધી દ્વારા અભિષેક વધુ લાભદાયી પુરવાર થાય છે. જેમકે, મનોકામના પૂરી થાય માટે ભગવાન શિવનો શેરડીના રસ દ્વારા અભિષેક કરવો જોઇએ.'
સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગર ખાતે શ્રાવણ માસ દરમિયાન વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. આ વિષે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે '૧૫ ઓગસ્ટે સ્વાતંત્ર દિન છે અને એ જ દિવસથી શ્રાવણ માસનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણને સફેદ, લીલો, કેસરી એમ તિરંગાથી વિશેષ રીતે તૈયાર કરાયેલા શણગાર સજાવવામાં આવશે. જેના દર્શન માટે સવારે ૮ઃ૦૦થી બપોરે ૧૨ઃ૦૦ અને સાંજે ૪ઃ૦૦થી ૮ઃ૩૦નો સમય રહેશે. સ્વામિનારાયણ ભગવાનના હિંડોળા પણ ત્રિરંગા ફુગ્ગાથી શણગારાશે.'
શ્રાવણ માસ દરમિયાન વિવિધ તહેવારોની પણ ઉજવણી કરાશે. જેમાં ૨૯ ઓગસ્ટે રક્ષાબંધન, ૫ સપ્ટેમ્બરે જન્માષ્ટમીનો સમાવેશ થાય છે. ૧૩ સપ્ટેમ્બર રવિવારના શ્રાવણ માસની પૂર્ણાહૂતિ થશે.
ભગવાન શિવને કયા અભિષેકથી શું ફળ મળે?
શેરડીના રસ દ્વારા અભિષેક કરવાથી મનોકામના સિદ્ધિ તેમજ દરેક કામનાની પૂર્તિ થાય છે. સમુદ્ર ફિણ કે લવણયુક્ત જળ દ્વારા અભિષેક કોર્ટ-કચેરીના કેસ કે કાવાદાવામાંથી મુક્તિ અપાવે છે. ઉત્તમ વિદ્યા અભ્યાસ તેમજ અભ્યાસમાં ધારી સફળતા પ્રાપ્ત થાય માટે સફેદ તલયુક્ત દૂધથી વિદ્યાર્થીઓએ અભિષેક કરવો જોઇએ. લાંબા આયુષ્ય-સારા આરોગ્ય માટે કાળા તલ, બિલ્વપત્રના અર્ક દ્વારા તૈયાર કરાયેલી ઔષધીથી, પરદેશગમન-જમીન-મકાન-મિલકત રોકાણ માટે સાર, ખાંડ નાખેલા પાણી દ્વારા, કૌટુમ્બિક સુખ -દામ્પત્યજીવનમાં ખટરાગ દૂર કરવા, લગ્નોત્સુક માટે જળમાં પુષ્પ નાખી અભિષેક કરવો જોઇએ.

જન્મ પહેલાં જ નક્કી છે તારીખ, તિથિ ભગવાન વિષ્ણુના દસમા અવતાર કલ્કિની


ભગવાન વિષ્ણુએ લીધેલા નવ અવતારની જન્મ જયંતી ધામધૂમથી ઊજવાય છે. તેમનો દસમો કલ્કિ અવતાર થવાનો હજુ બાકી છે, પરંતુ ધર્મગ્રંથોમાં આ અવતારની તિથિ અને સ્થાન બધું જ નિશ્ચિત છે. તેથી જ આ અવતાર થયા પહેલાં જ કલ્કિ જયંતી ઊજવવામાં આવે છે
ભગવાન વિષ્ણુના અત્યાર સુધી ક્રમશઃ મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ અને બુદ્ધ એમ નવ અવતાર થઈ ચૂક્યા છે અને તેમના દસમા અવતારની રાહ જોવાઈ રહી છે. પુરાણોમાં ભગવાનના દસમા અવતારની વાત કરવામાં આવી છે. તેમાં અવતારની તિથિ પણ જણાવવામાં આવી છે. આ તિથિ શ્રાવણ માસના સુદ પક્ષની પંચમી તિથિ છે.
શ્રીમદ્ભાગવત પુરાણના બારમા સ્કંધમાં લખ્યું છે કે ભગવાનનો કલ્કિ (કલિધર) અવતાર કળિયુગની સમાપ્તિ અને સતયુગના સંધિકાળમાં થશે. તેમના જન્મ સ્થાન અંગે શ્રીમદ્ભાગવત, સ્કંધ પુરાણ અને કલ્કિ પુરાણમાં જણાવાયું છે કે, "કલ્કિ ભગવાન ઉત્તર પ્રદેશમાં ગંગા અને રામગંગા વચ્ચે વસેલા (હાલના મુરાદાબાદના) સંભલ ગામમાં જન્મ લેશે. તેમના પિતાનું નામ વિષ્ણુદત્ત હશે જેઓ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હશે. કલ્કિ ભગવાન દેવદત્ત નામના ઘોડા પર સવાર થઈને સંસારના પાપીઓનો વિનાશ કરશે અને ધર્મની પુનઃ સ્થાપના કરશે."
કલ્કિ અવતાર સાથે જોડાયેલી રસપ્રદ વાતો
ભગવાનના જન્મ સમયે ગ્રહોની સ્થિતિ અંગે દક્ષિણ ભારતીય જ્યોતિષીઓની ગણતરી કહે છે કે, ભગવાન ત્યારે જન્મ લેશે જ્યારે ચંદ્રમા ધનિષ્ઠા નક્ષત્ર અને કુંભ રાશિમાં થશે. સૂર્ય તુલા રાશિમાં સ્વાતિ નક્ષત્રમાં ગોચર કરશે. ગુરુ સ્વરાશિ ધનમાં અને શનિ પોતાની ઉચ્ચ રાશિ તુલામાં વિરાજમાન હશે. વર્તમાનમાં શનિ પોતાની ઉચ્ચ રાશિ તુલામાં જ ગોચર કરી રહ્યો છે.
યુગ પરિવર્તનકારી ભગવાન શ્રી કલ્કિના અવતારનું પ્રયોજન વિશ્વ કલ્યાણ છે. ભગવાનનો આ અવતાર 'નિષ્કલંક'ના નામો પણ ઓળખાશે. શ્રીમદ્ ભાગવત
મહાપુરાણમાં ભગવાન વિષ્ણુના અવતારોની કથાઓનું વિસ્તૃત વર્ણન છે. તેના બારમા સ્કંધના બીજા અધ્યાયમાં ભગવાન કલ્કિના અવતારની કથા વિસ્તૃત રીતે આપવામાં આવી છે. તેમાં કહ્યું છે કે, સંભલ નામના ગામમાં વિષ્ણુદત્ત નામના શ્રેષ્ઠ બ્રાહ્મણના પુત્ર તરીકે ભગવાન કલ્કિનો જન્મ થશે. તેઓ દેવદત્ત નામના ઘોડા પર આરુઢ થઈને પોતાની કરાલ (તલવાર)થી દુષ્ટોનો સંહાર કરશે ત્યારે જ સતયુગનો પ્રારંભ થશે.
સમ્ભલ ગ્રામ, મુખ્યસ્ય બ્રાહ્મણસ્ય મહાત્મનઃ
ભવને વિષ્યશસઃ કલ્કિ પ્રાદુર્ભાવિષ્યતિ ।।
ભગવાન શ્રી કલ્કિ સત્ય સનાતન ધર્મમાં પ્રાણ પુરુષની જેમ સ્થાન ધરાવે છે. કળિયુગમાં સતયુગની તરફ ધારાને વાળવાનું સામર્થ્ય ભગવાનના આવા જ તેજસ્વી રૂપમાં શક્ય છે. આજ મનુષ્ય અને તેના દ્વારા બનાવવામાં આવેલા સામાજિક બાબતો આ બધી જ બુરાઈઓથી ગ્રસિત થઈ ગયા છે. જ્યાં ધર્મ, સત્ય, ન્યાય, કર્તવ્ય, માતૃ-પિતૃ ભક્તિ, ગૌસેવા, જ્ઞાાન, સુસંસ્કાર, વૈદિક ગરિમાનું ટકવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. અધર્મ, અસત્ય, અન્યાય, અવિશ્વાસને સમાપ્ત કરવા જ ભગવાન શ્રી વિષ્ણુનો દસમો અવતાર થશે અને સમસ્ત વિશ્વનું કલ્યાણ થશે.
ભગવાન કલ્કિના પિતાનું નામ વિષ્ણુદત્ત જ્યારે માતાનું નામ સુમતિ હશે. તેમના ભાઈ જેઓ મોટા હશે તેમના નામ ક્રમશઃ સુમંત, પ્રાજ્ઞા અને કવિ હશે. યાજ્ઞાવલ્કયજી પુરોહિત અને ભગવાન પરશુરામ તેમના ગુરુ હશે. ભગવાન કલ્કિની લક્ષ્મી રૂપી પદ્મા અને શક્તિ રૂપી રમા એમ બે પત્નીઓ હશે. તેમના પુત્ર જય, વિજય, મેઘમાલ તથા બલાહક હશે.
ભગવાનનું સ્વરૂપ (સગુણ રૂપ) પરમ દિવ્ય તથા જ્યોતિર્મય હોય છે. તેમના સ્વરૂપની કલ્પના તેમના પરમ અનુગ્રહથી જ કરી શકાય છે. ભગવાન શ્રી કલ્કિ અનંત કોટિ બ્રહ્માંડ નાયક છે. ભગવાન શ્રી કલ્કિ શ્વેત અશ્વ પર સવાર છે. અશ્વનું નામ દેવદત્ત છે. ભગવાનનો રંગ ગોરો હશે, પરંતુ ક્રોધ આવતા જ તે કાળો થઈ જશે. ભગવાને પીળા વસ્ત્ર ધારણ કર્યા છે. પ્રભુના હૃદય પર શ્રીવત્સનું ચિહ્ન અંકિત છે. ગળામાં કૌસ્તુભ મણિ સુશોભિત છે. ભગવાન પૂર્વાભિમુખ તથા અશ્વ દક્ષિણાભિમુખ છે. ભગવાન શ્રી કલ્કિના વમાંગમાં લક્ષ્મી (પદ્મા) અને જમણા ભાગમાં વૈષ્ણવી (રમા) વિરાજમાન છે. પદ્મા ભગવાનની શક્તિ સ્વરૂપા તથા રમા સંહારિણી શક્તિ છે. ભગવાનના હાથમાં નંદક તથા રત્નત્સરુ નામના ખડગ છે. શાંડ્ગ નામનું ધનુષ અને કુમૌદિકી નામની ગદા છે. આ સિવાય પાંચજન્ય નામનો શંખ પણ છે. ભગવાનો રથ ખૂબ જ સુંદર તથા વિશાળ છે. રથનું નામ જયત્ર તથા ગારુડી છે. સારથીનું નામ દારુક છે. ભગવાન સર્વદેવમય તથા સર્વવેદમય છે. બધા જ તેમના વિરાટ સ્વરૂપની પરિધિમાં છે. ભગવાનના શરીરમાંથી પરમ દિવ્ય સુગંધ ઉત્પન્ન થાય છે, જેના પ્રભાવે સંસારનું વાતાવરણ પાવન થઈ જાય છે.

અવતાર માનવીનો ફરીને નહી મળે...! અવસર તરી જવાનો ફરીને નહી મળે...!


નાનું બાળક ડર્યા વગર હંમેશા હરકતો કરતું રહે છે. એ ક્યારે રડશે કે ક્યારે હસશે, આમાં નુકસાન કે ફાયદો, પીડા કે આનંદ... કશી જ પરવા એને નથી હોતી. મસ્તી અને આનંદ સિવાય કશું જ એને રાસ નથી આવતું. મોટેરાઓએ આ કલા બાળક પાસેથી હસ્તગત કરવાની જરૃર છે.
આ પ્રસિદ્ધ રચનામાં ટકોર પણ છે, અને ચેતવણી પણ છે. દરેક વસ્તુમાં ગણતરી માંડવાની ટેવ માણસના હિતમાં નથી હોતી. દરેક વખતે આપણી ગણતરી સાચી કે ખોટી પડશે એની કોઇ ગેરંટી નથી હોતી.
જ્યારે એવું લાગે કે આ અવતાર એળે જઇ રહ્યો છે, જીવન જીવવાનો અવસર હાથમાંથી સરકી રહ્યો છે. કેવળ જીવી ખવાય છે, જીવી જવાતું નથી. એ વેળાએ જિંદગીને એક થાપણ સમજી વ્હાલ કરવાની જરૃર છે. આપણા દમખમ મુજબ જિંદગી જે આપે એને ગજવામાં મૂકવાની જરૃર છે. જિંદગીને ધંધાનું રૃપ આપી જીવતરનો વેપલો નથી કરવાનો. કારણ કે જીવવું એ કલા છે, ધંધો નથી..!
નાનું બાળક ડર્યા વગર હંમેશા હરકતો કરતું રહે છે. એ ક્યારે રડશે કે ક્યારે હસશે, આમાં નુકસાન કે ફાયદો, પીડા કે આનંદ... કશી જ પરવા એને નથી હોતી. મસ્તી અને આનંદ સિવાય કશું જ એને રાસ નથી આવતું. મોટેરાઓએ આ કલા બાળક પાસેથી હસ્તગત કરવાની જરૃર છે.
દરેક પરિસ્થિતિ દરેક સંજોગો એક સરખા નથી હોતા  થાય એટલા મહત્તમ ઉધામા કર્યા હોય તો ય નિષ્ફળ જવાય. ખાસ તો એ વખતે નાસીપાસ થયા વગર, વિટંબણાઓને ભગાડીને જિંદગીનો જંગ અને સમસ્યાઓનો સામનો કરી પહેલાં તો જાતને જીતવી પડે છે. માનવીના અવતારમાં સોનેરી અવસર છૂપાયેલો છે.
આપણા જેવા બીજા હાલતા- ચાલતા પૂતળાં દેખાય છે, એ પણ કલાકારો જ છે. ટી.વી. સિરીયલોના પાત્રો આપણને જકડી રાખી, જેમ અલગ અલગ ભાવ જન્માવે છે. એવા ભાવનાશાળી હોવું- બનવું એ આગળ જતા તરાપો બની શકે છે. ભવસાગરમાંથી ભાવસાગરમાં જવું એટલે જાતને આલિંગન આપવું. જીવતરને બચી કરવી. જીવતરને ઉજાળવું. એના પ્રેમમાં પડવું. ખરેખર તો માનવીએ પોતાની કલા દ્વારા લાગતા- વળગતા સૌને જકડી રાખવાના હોય છે. જાતને છૂટ્ટી મૂકીને.. આપણી હાજરી માત્રથી ફૂલ અને ફોરમ બંને અનુભવાય. 'ભગવાનના માણસો' કે સીધા માણસો એટલે જ ભગવાનથી ય વધારે પ્યારા લાગે છે. ત્યાં તીર્થસ્થળ રચાય.
મોટેભાગે તો જિંદગીને ધંધો સમજીને લોકો જીવતરની પત્તર ફાડી નાખે છે. એ તો ભૂલી જ જવાય છે કે જિંદગી જીવવી એ કલા છે. કળા નહિ. ઘણીવાર માનવીની કળાઓમાં એ ખુદ ફસાઇ જાય છે. એની કઢી નીકળી જાય છે. પોતાને જ પોતાનું જીવતર કદરૃપુ લાગે છે. જેને આપણે કદરૃપો સમજતા હોઇએ છીએ, એવા કેટલાય ભાથીઓ સ્માર્ટ અને હેન્ડસમ જિંદગી જીવતા હોય છે. બાકી મોટાભાગના લોકો તો જાણે ખભે પોતાની નનામી લઇને ફરતા હોય એવું જ લાગે. કહેવાય  નહિ ક્યારે એનો અણધાર્યો જાતે ઉભો કરેલો ઉપયોગ થઇ જાય.
ખાસ તો પોતાની જાત અને જીવતર સામે કશી ફરિયાદ ન રહેતી હોય એ જ વ્યક્તિ જિંદગીના અવસરને માણે છે જાણે છે. ''મારી જિંદગીનો માલિક છું.'' મારે કેમ જીવવું એ મારે જોવાનું.. આવી હકારાત્મકતામાં માનવીના અવતારની સાર્થકતા છે. કોક બીજાને.. ''મૂઆને જીવતા ન આવડયું.'' ''મૂઆને ભોગવતા ન આવડયું.'' એવું કહેતા પહેલા યા પછી પણ.. જાત- તપાસ કરવી જરૃરી થઇ પડે છે. ચાલો ફરી આ સુપ્રસિદ્ધ પંક્તિને જાતને સંભળાવીએ.
અવતાર માનવીનો ફરીથી નહિ મળે
અવસર તરી જવાનો ફરીથી નહિ મળે..