Thursday, 13 August 2015

ઇશ્વરના અનેક રૃપોમાં એક સત્ય સ્વરૃપ


પ્રભુ, ઇશ્વર, ભગવાન, ગોડ, જેવા અનેકાનેક નામોથી જેને નવાજીએ છીએ તે એક એવી પરમ સત્તાનો સૌ કોઈ સ્વીકાર કરે છે. ઘણા બધાં  ઘર્મો અને સંપ્રદાયને લઈને એ પરમ તત્ત્વને આપણે ભલે જુદા જુદા નામોથી ઓળખીએ પણ દરેકે દરેકે એ પરમ સત્તાનો સ્વીકાર તો કરવો જ રહ્યો. ''હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોત્રી.'' આ પંક્તિમાં કહેવાયું છે તે મુજબ 'હરિ' તો એક છે જ માત્ર તેના નામ જુદા જુદા છે. યજ્ઞાાદિ કાર્યોમાં પણ દેવોને આમંત્રિત કરવા માટે આહવાન મંત્ર બોલવામાં આવે છે અને સ્વીકારવામાં આવે છે કે આહવાન મંત્રથી આમંત્રિત દેવ આવે છે અને આહૂતિનો સ્વીકાર કરી યજમાનની કામના અનુસાર યજમાનનું અભિષ્ટ પણ કરે છે.
વિષ્ણુ સહસ્ત્રનો પાઠ લઈએ તો તેમાં પણ ૧૦૦૦ નામ, શિવ સહસ્ત્રનો પાઠ લઈએ તો તેમાં પણ શિવજીના ૧૦૦૦ નામ,. જો કે સર્વ નામો- (વિશેષણો) તેમના કાર્યને આધારે પાડવામાં આવ્યા છે. બ્રહ્મા- વિષ્ણુ, મહેશ ત્રિગુણાત્મક દેવોનું કાર્ય ભલે અલગ અલગ હોય પણ તેમ છતાં તેમનું ''મૂળ સ્વરૃપ'' તો એક જ છે ''ઇશ્વર અંશ જીવ અવિનાશી.'' એ મુજબ જોઈએ તો સચરાચર સૃષ્ટિ એ પરમ સત્તામાંથી જ ઉદ્ભવી છે. હવે વિચારવાનું એ કે એ પરમ સત્તા વળી શું છે ? તેનું કેવું સ્વરૃપ છે ? તો એ પરમ સત્તાનું મૂળ સ્વરૃપ સત્ય છે.
સચ્ચિદાનન્દરૃપાય વિશ્વોત્પત્યાદિ હેતવે ।
તાપત્રયાવિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ ।।
એ પરમ સત્તા, જ્ઞાન સ્વરૃપે, આનંદ સ્વરૃપે છે. તેની પહેલા તે મૂળ સ્વરૃપે 'સત્ય'રૃપે રહેલી છે. આ સત્ય એટલે અર્ધસત્ય નહીં પણ પૂર્ણસત્ય. આ પૂર્ણ અને પરિપૂર્ણ 'સત્ય' એટલે એવું સત્ય કે જે સૃષ્ટિના નિત્ય, નૈમિતિકાદિ પ્રલય બાદ પણ મૂળ 'સત્ય' સ્વરૃપે રહે છે જ. ભૌતિક વિજ્ઞાનાનુસાર તો પદાર્થો પણ અવિનાશી છે તે પદાર્થોનું પણ માત્ર રૃપાંતર જ થાય છે નાશ થતો નથી. ક્યાંથી થાય ? જડ- ચેતન સર્વ એનું જ સ્વરૃપ છે. સત્- સત્યનો મતલબ જ એ છે કે હરહમેશ હોવું- લૌકિક સત્ય- સાચું ભલે પરિસ્થિતિજન્ય હોય પણ એ પરમ સત્ય તો હરહંમેશ હોય જ છે.
આ અફર અને હરહંમેશ ટકવાવાળું પરમ- પરિપૂર્ણ સત્ય યદા યદા હિ ધર્મસ્ય ગ્લાર્નિભવતિ ભારત આમ્યુત્યામધર્મસ્ય તદાત્માન સુજામ્યહ્મ- પરમાત્મા ભલે અવતારકાર્ય લીલા કરવા ધરા ઉપર અવતરે તેમ છતાં એ પરમ-આત્મા અવતાર કાર્ય બાદ પણ તે 'સત્ય' સ્વરૃપે રહે જ છે. હવે આ ક્ષણભંગુર અને ચર્મચક્ષુથી નિહાળતા અનિત્ય જગતમાં આ પરિપૂર્ણ  સત્યને અનુભવવું કેવી રીતે ?
આ પરમ 'સત્ય'ને અનુભવવાનો સરસ રસ્તો આપણને સહજ પ્રાપ્ય છે અને તે છે ''ભક્તિ''. ભક્તિ દ્વારા આ પરમ સત્યને મહેસૂસ કરી શકાય છે, કે અનુભવ કરી શકાય છે તેનું પ્રમાણ શું ? તો 'પ્રમાણ તત્ર ગોપ્યા' । આજે જેમ કનૈયો દેહથી આપણી સમક્ષ નથી તેમ વૃંદાવન છોડી મથુરા ગયેલો કનૈયો ગોપીઓ માટેપણ સમક્ષ નહતો છતાં પણ ગોપીઓ તેમના આંતર્ચક્ષુથી કનૈયાને મહેસુસ કરતી હતી અને તેની પ્રતીતિ પણ ઉદ્ધવજીને કરાવેલી.
હવે ગોપીઓ આંતર્ચક્ષુથી કનૈયાને અનુભવતી, નિહાળતી અને કદાચ દેહથી હાજર ન રહેલા કનૈયા સાથે જાણે કે કનૈયો હાજર છે તેવી ક્રિયા-પ્રતિક્રિયા કરતી. એનું કારણ એક જ છે કે, ગોપીઓએ કનૈયાના દેહને મથુરા જવા દીધો પણ એ જગદીશ- ત્રિભુવનનાથ- પરમ સત્તાને કોઈને કોઈ રીતે ગોપીઓએ પોતાના હૃદયમાંથી ક્યાંય બહાર જવા દીધો નહીં અને તેથી જ તો તેના હૃદયમાં કનૈયો આવે છે પછી તેને સર્વત્ર ઇશ્વરના દર્શન થાય છે. - ઉદ્ધવજીને સ્પષ્ટપણે ગોપીઓએ કહી દીધેલું કે કનૈયો વૃંદાવન છોડી મથુરા ગયો છે એ તો ઉદ્ધવજી તમારો વહેમ છે. સાચું તો એ છે કે કનૈયો તો હરહંમેશ અમારા હૃદયમાં જ રહ્યો છે. તે અમારા હૃદયને છોડીે ક્યાંય ગયો નથી. એમ કોઈ પણ પરિસ્થિતિમાં પણ એ પરમાત્મા સ્વરૃપે તાદાત્મ્ય- એકત્વ સધાયેલું રહે ત્યારે માનવું કે આપણે એ હરહંમેશ ટકવાવાળી પરમ સત્તાને મહેસુસ કરી રહ્યા છીએ. આ પરમ સત્ય જ્યારે આપણા હૃદયમાં પ્રગટે છે ત્યારે માનવ શરીરના તમામ અંગો પુલકિત થાય છે અને તમામ અંગો એની મોજુદગીને કોઈને કોઈ રીતે બયાન કરતા હોય છે. ઇશ્વરના એ 'સત્ય'સ્વરૃપને તમે ગમે તે રીતે કલ્પો, તે તમારી કલ્પના અનુસાર પાર્થિવરૃપે પણ પ્રકટ થઈ આકારિત થઈ તમારી સમક્ષ પણ આવે છે એમાં પણ કોઈ શંકા નથી પણ સૌથી પહેલા ભગવાન હૃદયમાં પ્રકટે એ જરૃરી છે. બસ પછી તો એ ઇશ્વર, ભગવાન, ગોડ, પ્રભુ,  પૂર્ણ પુરૃષોત્તમ, નિરંજન, નિરાકારી પણ જીવનના કર્મબંધનથી થનારા અનેક જન્મજન્માનતરમાં પણ તેની હયાતી 'સત્ય' સ્વરૃપે બયાન કરે છે, પ્રતીત કરતો જ રહે છે.

Monday, 10 August 2015

Shayari And Girl Photo...

कदम थक गए है दूर निकलना छोड़ दिया, 
             पर ऐसा नहीं की मैंने चलना छोड़ दिया.......
                         फासले अक्सर मोहब्बत बढ़ा देते है, 
                                     पर ऐसा नहीं की मैंने मिलना छोड़ दिया.........
                                                 मैंने चिरागों से रोशन की है अक्सर अपनी शाम,
                                                               पर ऐसा नहीं की मैंने दिल को जलाना छोड़ दिया .......
                                                                            मैं आज भी अकेली हूँ दुनिया की भीड़ में,
                                                                            पर ऐसा नहीं है की मैंने ज़माना छोड़ दिया.....

જાણવા અને ઉતારવા જેવું..........

મિત્રો થોડો સમય આપીને આ પોસ્ટ જરૂર થી વાંચજો
“હું ત્રણ બેડરૂમના ઘરમાં રહું છું. હું મોબાઇલ ફોન વાપરતો નથી. હું બ્રાન્ડેડ વસ્ત્રો ખરીદતો નથી. હું ડ્રાઇવર રાખતો નથી. વિશ્વની બીજા નંબરની શ્રીમંત વ્યક્તિના જીવનની આ વાત છે”
વોરન એડવર્ડ બફેટનો જન્મ તા. ૩૦ ઓગસ્ટ, ૧૯૩૦ના રોજ અમેરિકાના એક સ્ટોકબ્રોકર કમ કોંગ્રેસમેન (સેનેટર) ના ઘરે થયો હતો. વોરન બફેટે નાની વયમાં જ પૈસા અને બિઝનેસ પ્રત્યે દાખવેલી અભિરુચિ અસાધારણ હતી. તેમણે છ વર્ષની વયે જ તેમના દાદાના ગ્રોસરી સ્ટોર્સમાંથી કોકાકોલાના છ નંગનું પેક ૨૫ સેન્ટમાં ખરીદ્યું હતું અને પ્રત્યેક બોટલ ફરી પાછી વેચી પ્રતિબોટલ પાંચ સેન્ટનો પ્રોફિટ કર્યો હતો.
આ ઉંમરમાં બીજાં બાળકો રમવા સિવાય બીજું કાંઈ કરતાં નહોતાં. ૧૧ વર્ષની વયે ૩૮ ડોલરના ભાવે તેમણે ત્રણ શેર ખરીદ્યા હતા, પરંતુ તેનો ભાવ ગગડીને ૨૭ ડોલર થઇ ગયો હતો. શરૂઆતમાં ગભરાઈ ગયેલા વોરને શેરનો ભાવ ૪૦ ડોલર થયો ત્યાં સુધી ધીરજ રાખી હતી. એ પછી બફેટે તે શેર તરત જ વેચી દીધા હતા. એ શેરનો ભાવ ૨૦૦ ડોલર સુધી પહોંચી ગયો એ ભૂલમાંથી તેમણે એક પદાર્થપાઠ શીખ્યો કે મૂડીરોકાણમાં ધીરજ એ જ સર્વશ્રેષ્ઠ ગુણ છે.
હાઈસ્કૂલમાં ભણતાં ભણતાં અખબારોનું વિતરણ કરી તેમણે પાંચ હજાર ડોલર (૨૦૦૦ની સાલના ભાવ પ્રમાણે ૪૨ હજાર ડોલર) કમાઇ લીધા હતા. પિતાએ પુત્રને પરાણે યુનિર્વિસટી ઓફ પેન્સિલવેનિયાની બિઝનેસ સ્કૂલમાં મોકલ્યા ત્યારે વોરને ફરિયાદ કરી કે “હું મારા પ્રોફેસરો કરતાં વધુ જાણું છું.” તેઓ ફરી પાછા તેમના વતન ઓમાહા આવ્યા અને યુનિર્વિસટી ઓફ નેબ્રાસ્કામાં ભણવા ગયા અને ત્રણ જ વર્ષમાં ગ્રેજ્યુએટ થઈ ગયા.
આગળ ભણવા માટે તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં પ્રવેશ માટે ફોર્મ ભર્યું પણ વિદ્યાર્થીની વય ઓછી છે તેમ કહી તેમને પ્રવેશ ન આપ્યો. તે પછી તેઓ કોલંબિયામાં પ્રવેશ મેળવી ભણવા ગયા અને બેન ગ્રેહામ પાસેથી મૂડીરોકાણનું શિક્ષણ લીધું.
આજે વોટન બફેટ વિશ્વની બીજા નંબરની ટોચની ધનવાન વ્યક્તિ ગણાય છે. ઇન્વેસ્ટર્સ તેમને ઇન્વેસ્ટર્સ આઇકોન માને છે. તેઓ અનેક કંપનીઓના માલિક છે અને જેમાં કોકા-કોલાથી માંડીને બર્કશાયર જેવી અનેક કંપનીઓમાં તેમનું જંગી મૂડીરોકાણ છે.
વોરન બફેટે ૩૧ બિલિયન ડોલરનું દાન કર્યું તે પછી સીએનબીસીએ લીધેલા તેમના ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કરેલાં કેટલાંક વિધાન વિશ્વભરના ધનપતિઓ માટે જ નહીં પરંતુ દુનિયાભરના તમામ લોકોએ તેમાંથી શીખવા જેવી વાત છે. કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો આ પ્રમાણે છે :
(૧) મને મારી જિંદગીની કમાણીનો હિસ્સો પહેલી જ વાર ૧૧ વર્ષની વયે પ્રાપ્ત થયો હતો. એ વખતે મોંઘવારી નહોતી. તમે તમારાં બાળકોને ઇન્વેસ્ટ કરતાં શીખવો.
(૨) મેં ૧૪ વર્ષની વયે ન્યૂઝ પેપર્સનું વિતરણ કરીને જે બચત કરી હતી તેમાંથી મેં એક નાનકડું ફાર્મ ખરીદ્યું. તમે નાનકડી પણ બચત કરીને ઘણું મેળવી શકો છો. તમે તમારા સંતાનને કોઈ પણ ધંધો કરવા પ્રોત્સાહિત કરો. મેં ૧૧ વર્ષની વયે કમાણીની શરૂઆત કરી હતી, પરંતુ આજે મને લાગે છે કે મેં ઘણું મોડું શરૂ કર્યું. મારે તે કરતાંય વહેલાં કમાવાનું શરૂ કરવાની જરૂર હતી.
(૩) હું આજે પણ ત્રણ બેડરૂમના નાનકડા ઘરમાં રહું છું. આ ઘર મેં આજથી ૫૦ વર્ષ પહેલાં મિડટાઉન ઓમાહામાં ખરીદ્યું હતું. મારા આ નાનકડા ઘરમાં કોઈ દીવાલો કે બહાર તારની વાડ નથી. મારા ઘરમાં મારે જેની જરૂર છે તેટલી ચીજવસ્તુઓ જ ઉપલબ્ધ છે. તમારે જરૂર છે તે કરતાં વધુ કોઈ પણ ચીજની ખરીદી ન કરો. તમારાં બાળકોને પણ એમ જ શીખવો કે જરૂરિયાત કરતાં વધારાની ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા ન બગાડે.
(૪) હું મારી મોટરકાર જાતે જ ચલાવું છું. ડ્રાઇવર રાખતો નથી. મારી આસપાસ સલામતી માટે પણ માણસો રાખતો નથી. તમે જે છો તે જ રહેવાના છો.
(૫) વિશ્વની મોટામાં મોટી પ્રાઇવેટ જેટ કંપનીનો માલિક હોવા છતાં હું મારા માટે પ્રાઇવેટ જેટ વિમાન રાખતો નથી. જીવનની દરેક બાબતમાં કરકસર કરો.
(૬) બર્કશાયર હાથવે નામની મારી પેઢી ૬૩ જેટલી કંપનીઓ ધરાવે છે.
આ તમામ કંપનીઓના સીઇઓને વર્ષમાં હું એક જ પત્ર લખું છું. તેમને મારે જે જોઈએ છે તે લક્ષ્યાંક આપી દઉં છું. હું નિયમિત મિટિંગો બોલાવતો નથી. વર્ષમાં મારા લક્ષ્યાંકો આપવા એક જ મિટિંગ બોલાવી બાકી તે લક્ષ્યાંક હાસલ કરવાનું કામ હું તેમને સોંપી દઉં છું. લક્ષ્યાંક પૂરો કરવાની જવાબદારી મારી કંપનીઓના વડાઓની છે.
(૭) હું યોગ્ય વ્યક્તિને જ યોગ્ય કામ આપું છું. મતલબ કે ‘રાઇટ પિપલ’ ને ‘રાઇટ જોબ’ આપું છું.
(૮) હું મારા સીઇઓને એ નિયમો આપું છું, રુલ નંબર એક : શેર હોલ્ડરનાં નાણાં ડૂબવાં જોઈએ નહીં. રુલ નંબર બે : પહેલા નંબરના રુલનો કદી ભંગ થવો જોઈએ નહીં. તમે એક ગોલ નક્કી કરો અને તમારા માણસોને ગોલ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી વ્યવસ્થા કરો.
(૯) મોટા મેળાવડાઓ કે હાઈ સોસાયટીના જમેલાઓમાં જઈ હું સમય બગાડતો નથી. એમ કરવાને બદલે હું મારા ઘરે જઈ પોપકોર્ન ખાતાં ખાતાં ટેલિવિઝન જોવાનું પસંદ કરું છું.
(૧૦) તમે જે નથી તેનો દેખાડો કરવાનો પ્રયાસ કદી ન કરશો. હું જે છું તેવો જ સમાજમાં દેખાઉં તે જરૂરી છે. તમને જે ગમે છે તે પ્રમાણે જીવનનો આનંદ માણો.
(૧૧) મારી પાસે કોઈ સેલ ફોન નથી. હું મારા ટેબલ પર કમ્પ્યુટર પણ રાખતો નથી.
(૧૨) હું કોઇ ક્રેડિટ કાર્ડ રાખતો નથી. ક્રેડિટ કાર્ડ કદી રાખવું નહીં. હું બેન્કોમાંથી લોન લેતો નથી.
(૧૩) એક વાત યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન કરતો નથી, પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છે.
(૧૪) બની શકે તેટલી સાદગીથી જીવન જીવો.
(૧૫) બીજાઓ જે કરે છે તેમ ન કરો. બીજાઓ જે કહે છે તે સાંભળો અને તમને યોગ્ય લાગે તેમ જ કરો.
(૧૬) કોઇ પણ બ્રાન્ડનેમ પાછળ પાગલ ન બનો. બ્રાન્ડનેમ જોઈને ખરીદી ન કરો. તમને જેમાં સુવિધા લાગતી હોય તે જ વસ્ત્રો, ચશ્માં કે જૂતાં પહેરો.
(૧૭) બિનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા બરબાદ ન કરો. તમને જેની જરૂરિયાત છે તે જ વસ્તુઓ ખરીદો.
(૧૮) આખરે તમારું જીવન એ તમારું જ છે. બીજાઓ તમારા જીવન પર રાજ કરે તેવી તક બીજાઓને ન આપો. તમને જરૂર જ ન હોય છતાં કોઈ બ્રાન્ડનેમવાળી જ ઘડિયાળ તમે ખરીદો છો ત્યારે એ બ્રાન્ડ ધરાવતી કંપની આડકતરી રીતે તમારી પર રાજ કરે છે તે સત્ય સમજો.
(૧૯) વિશ્વના સુખી લોકો પાસે વિશ્વની શ્રેષ્ઠ બ્રાન્ડ ધરાવતી ચીજવસ્તુઓ હોતી જ નથી. તેમની પાસે જે ઉપલબ્ધ છે તેની જ તેઓ કદર કરે છે.
વિશ્વના બીજા નંબરના સહુથી ધનિક એવા વોરન બફેટને વિશ્વના સહુથી વધુ ધનવાન એવા બિલ ગેટ્સે એક વાર મળવાનું નક્કી કર્યું. બિલ ગેટ્સ માનતા હતા કે મારી અને વોરન બફેટ વચ્ચે કાંઈ જ ‘કોમન’ નથી. તેથી બિલ ગેટ્સે માન્યું કે વોરન બફેટ સાથે મારી અડધો કલાકની મિટિંગ પૂરતી છે, પરંતુ બિલ ગેટ્સ વોરન બફેટને મળવા ગયા અને વોરન બફેટ પાસેથી તેઓ પૂરા ૧૦ કલાક બાદ ઊભા થયા. તે દિવસ બાદ બિલ ગેટ્સ વોરન બફેટના ભક્ત અને પ્રશંસક બની ગયા.
ખિસ્સામાં બે બે મોબાઇલ ફોન્સ, પ્રાઇવેટ જેટ વિમાનો, બ્રાન્ડનેમ ધરાવતાં લાખો રૂપિયાનાં ચશ્માં, ઘડિયાળો અને રૂ. ૬૦૦૦ કરોડનો ભવ્ય આશિયાનો બાંધતા ભારતના નવધનિકોને વોરન બફેટની આ સલાહો નહીં ગમે, પરંતુ સામાન્ય વ્યક્તિઓએ તો જીવનમાં ઉતારવા જેવી છે

beauty mehndi..


Sunday, 9 August 2015

તમને જોયાને …

તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે ,
         આજ પણ તમારી યાદમાં મારી આ આંખો જાગે છે ,
                      તમને મળવાની દિલમાં તમ્મના છે ,
                                 પણ શું કરું ?………………………
                                              અમારા નસીબ તો જુઓ એ ક્યાં જાગે છે

Saturday, 8 August 2015

વાંચો.. વંચાવો પ્રભુને હંમેશા યાદ કરો


એક બહુમાળી ઈમારતનું બાંધકામ ચાલી રહ્યું હતું. લગભગ ૧૦ માળ જેટલું કામ પુરુ થયું હતું. એકવાર સવારના સમયે કંસ્ટ્રક્શન માલિક ઈમારતની મુલાકાતે આવ્યા. એ ૧૦માં માળની છત ઉપર આંટા મારી રહ્યા હતા, ત્યાંથી તેમણે નીચે જોયું તો એક મજુર કામ કરી રહ્યો હતો. માલિકને તે મજુર સાથે વાત કરવાની ઈચ્છા થઈ.
માલિકે ઉપરથી મજૂરને બૂમ પાડી પણ મજૂર કામ કરવામાં વ્યસ્ત હોવાથી અને આસપાસ અવાજ થતો હોવાથી તેને માલિકનો અવાજ ન સંભળાયો. થોડીવાર પછી મજૂરનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે માલિકે ઉપરથી ૧૦ રૃપિયાનો સિક્કો ફેંક્યો. આ સિક્કો મજૂર જ્યાં કામ કરતો હતો ત્યાં જ પડયો. મજૂરે તે સિક્કો ઉઠાવીને ખિસ્સામાં મૂકી દીધો અને કામે વળગી ગયો. માલિકે હવે ૧૦૦ રૃપિયાની નોટ નીચે ફેંકી. નોટ ઉડતી ઉડતી પેલા મજૂરથી થોડે દૂર પડી. મજૂરની નજરમાં આ નોટ આવતાં તેને લઈને ફરીથી ખિસ્સામાં મૂકી દીધી અને ફરી પાછો કામે વળગી ગયો. માલિકે હવે ૫૦૦ રૃપિયાની નોટ નીચે ફેંકી તો પણ પેલા મજૂરે અગાઉ બે વખત જેમ કર્યું હતું એમ જ કર્યું.
માલિકે હવે હાથમાં નાનો પથ્થર લીધો અને પેલા મજૂર પર માર્યો. પથ્થર લાગ્યો એટલે મજૂરે ઉપર જોયું અને પોતાના માલિકને જોતાં તેની સાથે વાતો ચાલુ કરી.
અહીં આપણે પણ આ મજૂર જેવા જ છીએ, ભગવાનને આપણી સાથે વાત કરવાની ઈચ્છા હોય છે એ આપણને સાદ પાડીને બોલાવે છે પણ આપણે કામમાં એવા વ્યસ્ત હોઈએ છીએ કે પ્રભુનો સાદ આપણને સંભળાતો જ નથી. પછી એ નાની નાની ખુશીઓ આપવાનું શરૃ કરે છે પણ આપણે તેને ખિસ્સામાં મૂકી દઈએ છીએ પણ ખુશી આપનારનો આપણને વિચાર જ નથી આવતો. છેવટે ભગવાન દુ :ખરૃપી નાનો પથ્થર આપણા પર ફેંકે છે એ તુરંત જ આપણે ઉપર ઉભેલા માલિક - ઈશ્વર સામે જોઈએ છીએ. પરંતુ જો આપણે નાની નાની ખુશીઓ ભોગવવાની સાથે તે ખુશીઓ આપવા બદલ ભગવાનનો આભાર પણ માનીએ અને તેને હરહંમેશ યાદ કરતાં રહીએ તો પ્રભુને આપણને દુ :ખ આપવાનો અવસર નહી આવે.
પ્રભુ ઈશ્વર, પરમેશ્વર ક્યારેય પણ પોતાના બાળકોને દુ :ખ આપવાનું નથી ચાહતા, પણ જ્યારે બાળક તોફાન કરે કે પોતાના માતા-પિતાનું કહ્યું ના માને ત્યારે જેમ માતા-પિતા બાળકોને ઠપકો આપી સમજાવે છે તેમ પ્રભુ પણ આપણને એ સમજાવે છે.
આથી પોતાના જે પણ ઈશ્વર હોય તેને સુખ અને દુ :ખ બંનેમાં યાદ કરવા જોઈએ, કેમકે સુખમાં યાદ કરવાથી એ સુખને પચાવવાની હિંમત અને દુ :ખમાં યાદ કરવાથી દુ :ખને સહન કરવાની તાકાત એ પરમેશ્વર આપણને પુરી પાડે

મહા મૃત્યુંજય મંત્ર : એક ઉત્તમ પ્રાર્થના

જેમ 'ગાયત્રી મંત્ર'  સાર્વભૌમ મહામંત્ર છે. તેમ ઉપરોક્ત 'મહા મૃત્યુંજય મંત્ર' પણ એક સાર્વભૌમ મહામંત્ર છે. ગાયત્રી મંત્ર વિશે શાસ્ત્ર વિધાન છે કે આ મંત્રનો જપ ગમે ત્યાં અને ગમે ત્યારે કરી ન શકાય. હરતાં- ફરતાં, ઊઠતાં- બેસતાં, સુતા કે ચાલતાં ગાયત્રી મંત્રનો જપ ન કરી શકાય. ગાયત્રી મંત્ર યોગ્ય અને વ્યવસ્થિત બેસીને જ જપી શકાય છે. તેની સરખામણીમાં આ વિઘ્નોમાંથી મુક્ત થવાનો, અપમૃત્યુમાંથી બચવાનો મહામંત્ર 'મૃત્યુંજય' જપ ગમે ત્યારે, ગમે ત્યાં અને હરતાં- ફરતાં પણ કરી શકાય છે. આ મંત્ર પ્રધાનત : અમૃતમય પરમ જીવનની પ્રાપ્તિ માટેનો મંત્ર છે.
મહામૃત્યુંજય મંત્ર ઋગ્વેદમાં તેમજ યજૂર્વેદમાં દર્શાવવામાં આવેલો છે આ એક મહામંત્ર છે. જેમાં મૃત્યુ અર્થાત્ આધ્યાત્મિક અધ :પતનમાંથી બચવાનો અને અમૃત તરફ ગતિ કરાવનારો- દોરનારો માર્ગ દર્શાવવામાં આવેલો છે. આ મંત્ર અમૃતમય જીવનની સરળ પ્રાર્થના છે. મહા મૃત્યુંજય દેવ છે. જે વિનાશના દેવ છે. રુદ્રદેવ વિઘ્નહર્તા પણ છે, તેથી આ મંત્ર દ્વારા રુદ્રદેવને ભક્તજનો વિઘ્નમાંથી મુક્ત થવા માટે પ્રાર્થના કરે છે. આમ તો પ્રાર્થના એટલે આધ્યાત્મિક સ્નાન.
સામાન્ય પરંપરા અનુસાર ત્રણ હેતુઓની સિધ્ધિ અર્થે આ મહામૃત્યુંજય મંત્રનો પ્રયોગ કરવામાં આવે છે.
(૧) ઇશ્વર આપણને આધિ- વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ અપાવે.
(૨) વિઘ્નહર્તા રુદ્રદેવ આપત્તિઓમાંથી ઉગારી રક્ષા કરે.
(૩) પરમ કૃપાળું પરમાત્મા અપમૃત્યુમાંથી મુક્ત થવા માટે શક્તિ આપે.
લોકપ્રિય અને બોલવામાં સરળ આ મંત્રના શબ્દો આ મુજબ છે.
''ત્ર્યંમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ ।
ઉર્વારુકમિવ બન્ધનાન્મૃત્યોર્મુક્ષીય મા।મૃતાત્ ।।''
જેમ ગાયત્રી મંત્રના ઋષિ વિશ્વામિત્ર છે, તેમ આ મંત્રના ઋષિ વશિષ્ઠ છે. જ્યારે રુદ્રદેવ અને છંદ અનુષ્ટુપ છે. આ મંત્રમાં રુદ્રદેવને પ્રાર્થના કરવામાં આવે છે. આ મંત્રમાં 'રૃદ્ર' શબ્દનો પ્રયોગ કરવાને બદલે રુદ્રદેવના સ્થાને 'ત્ર્યંમ્બક' અર્થાત્ ત્રિનેત્ર ધરાવતા મહાદેવ શિવજીને સંબોધવામાં આવેલ છે. રુદ્ર એટલે શિવજી- ભોળાશંભુના લલાટમાં તૃતીય નેત્ર આવેલું છે જેને આધ્યાત્મિક પરિભાષામાં ચિદ્બ્રહ્મ જ્યોતિ તરીકે ઓળખવામાં આવે છે. 'અંબક' એટલે આંખ અર્થાત્ દ્રષ્ટિ. આપણી દ્રષ્ટિ ત્રણ સ્વરૃપની છે, જેમાં આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિકનો સમાવેશ થાય છે. 'અંબક' શબ્દનો એક અર્થ પિતા પણ થાય છે. પિતા બાળકના રક્ષક હોય છે. તેમ રુદ્રદેવ સાધકના રક્ષક, પાલક અને પોષક બને તેવી પ્રાર્થના આ મંત્રમાં કરવામાં આવી છે.
આ મહામૃત્યુંજય મંત્રમાં ત્ર્યંબમ્બક અર્થાત્ રુદ્ર માટે બીજા બે વિશેષણોનો પણ વિનિયોગ કરવામાં આવ્યો છે. જેમાં સુગન્ધી પુષ્ટિ વર્ધનમ્ અર્થાત્ સુગંધ અને પુષ્ટિને વધારનાર તરીકે રુદ્રદેવને પ્રાર્થના કરવામાં આવી છે.
આ મહા મૃત્યુજય મંત્રના દ્વિતિયાર્ધમાં ઉર્વારુક એટલે કાકડીની ઉપમા આપી એવી પ્રાર્થના રુદ્રદેવને- ત્ર્યંમ્બકને કરવામાં આવી છે કે જેમ કાકડી પોતાના વેલામાંથી પરિપક્વ થતાં આપોઆપ અન્ય ફળની જેમ ખરી પડે છે. મુક્ત થાય છે, તેમ હે ઇશ્વર ! અમને મૃત્યુરૃપી બંધનમાંથી કાકડીની જેમ મુક્તિ અપાવો.
આર્ષદ્રષ્ટા ઋષિ આ કાકડીની (ઉર્વારુકની) ઉપમાનો ઉપયોગ કરી પ્રાર્થના કરે છે કે અમારી બંધનમુક્તિ પણ આવી જ અનાયાસ અને સહજ હોય. મૃત્યુના બંધનમાંથી મુક્ત થવાનો અર્થ એવો નથી કે આપણું શરીર કે નશ્વર દેહ અમરત્વ પ્રાપ્ત કરે. ઋષિ અહી શરીરનું અમરત્વ આ પ્રાર્થના દ્વારા યાચતા નથી પરંતુ અવિદ્યામાં જીવન વિતાવવું તે એક પ્રકારનું મૃત્યુ છે, તેથી જ્ઞાાનયુક્ત જીવન જ અમૃત છે.
આવી જ એક પ્રાર્થના- વૈદિક પ્રાર્થના જાણીતી છે. જેના શબ્દો છે.
'' અસતો મા સહ્ ગમય
તમસો મા જ્યોતિર્ગમય
મૃત્યોર્મભૃતં ગમય ।।''
અર્થાત્ હે પરમાત્મા ! અમને અસતથી સત્ તરફ દોરો. અમને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરો. અમને મૃત્યુથી અમૃત તરફ દોરો. આપણે પણ  પ્રભુને પ્રાર્થના કરીએ  કે હે પ્રભુ ! ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા. અર્થાત્ Lead us From darkness to light. મહામૃત્યુંજય પણ આવા જ પ્રકારની પ્રાર્થના દરરોજ કરીએ તો કેવું ?